________________
સ્વ. પૂ. શ્રી કહેયાલાલજી મહારાજ
૮૩
જુદે જુદે સ્થળે કર્યા, પરંતુ વિશેષ સ્થિરતા તો એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થા “ધી વર્ધમાન મહાવીર કેન્દ્રમાં જ જીવનના અંત સુધી રહી હતી.
પૂ. મહારાજશ્રી મિતભાષી હતા અને દર મંગળવારે મૌન પાળતા. એમને વંદન કરવા દૂર દૂરથી આવેલા માણસો નિરાશ ન થાય એટલે પ્રત્યેક ચાતુર્માસ અગાઉ પત્રિકા બહાર પાડીને તેઓ જણાવી દેતા કે પોતાને મંગળવારે મૌન હોય છે માટે એ દિવસે બોલશે નહિ. વળી રોજેરોજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તેઓ ભક્તોને મળશે તે પણ પત્રિકામાં જણાવી દેતા. આથી ભક્તોને અનુકૂળતા રહેતી અને મહારાજશ્રી પોતે પણ પોતાના સમયમાં નિયમિત સ્વાધ્યાય કરી શકતા. આથી જ આગમગ્રંથોના સંશોધન-સંપાદનનું અને ચારે અનુયોગનું હજારો પાનાનું લેખન અને હિંદી અનુવાદનું કાર્ય તેઓ કરી શક્યા હતા.
મહારાજશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. એ સંપ્રદાય પ્રત્યે એમની નિષ્ઠા પૂરેપૂરી હતી, પરંતુ પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ લખ્યું છે તે પ્રમાણે કન્ડેયાલાલજી મહારાજ અન્ય જૈન સંપ્રદાયની કે અન્ય ધર્મની ટીકા કે નિંદા જરા પણ કરતા નહિ. વાદવિવાદમાં કે બીજાને ખોટા ઠરાવવામાં એમને રસ નહોતો. તેઓ ઉદાર મતના હતા અને કહેતા કે સત્ય હંમેશાં સંપ્રદાયાતીત હોય છે. તેઓ આગમસાહિત્યના પ્રખર અભ્યાસી હતા એથી જ બત્રીસ આગમને ન વળગી રહેતાં પિસ્તાલીસ આગમનો એમણે અભ્યાસ કર્યો હતો. પૂ. દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ “આગમ એક અનુશીલનમાં માત્ર બત્રીસ આગમની વિચારણા ન કરતાં પિસ્તાલીસ આગમની વિચારણા કરી છે, તેવી જ રીતે પૂ. કહેયાલાલજી મહારાજે જેનાગમ નિર્દેશિકામાં પિસ્તાલીસ આગમોના વિષયો લીધા છે.
ચાર અનુયોગ ગ્રંથોમાં પણ એમની ભાવના ૪૫ આગમો લેવાની હતી અને એ રીતે જ તૈયારી થઈ હતી પરંતુ સાંપ્રદાયિક ભાવનાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org