________________
૮૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
ચરબી પોતે ઘીમાં મેળવવા માગે છે જેથી સારી કમાણી થાય. ઘીમાં ચરબીની વાસ ન આવે? એવા પ્રશ્નના જવાબમાં સરદારજીએ કહ્યું કે પોતે એમાં શુદ્ધ ઘીનું એસેન્સ મેળવે છે. એમ કહી સરદારજીએ ઘરમાંથી ઘી લાવીને બતાવ્યું. એ સૂંઘતાં કોઇને ય શંકા ન જાય. મહારાજશ્રીને લાગ્યું કે આવું ચરબીવાળું ઘી તો કેટલાયે ઘરોમાં પહોંચી જતું હશે. કદાચ પોતાના ખાવામાં પણ આવી જાય. તરત જ એમણે સંકલ્પ કર્યો કે હવેથી ઘી કે ઘીવાળી વાનગી વગેરે ન ખાવાં, ન વહોરવાં.
મહારાજશ્રી જિદ્વારસ પર સંયમ મેળવવા, રસત્યાગ કરવા ઇચ્છતા હતા. એક વખત એમના વાંચવામાં આવ્યું કે ઔરંગજેબે શાહજહાંને પ્રશ્ન કર્યો કે “બધાં અનાજમાં શ્રેષ્ઠ કયું?' શાહજહાંએ કહ્યું કે “ચણા, કારણ કે તે સૌથી વધુ સ્વાદિષ્ટ છે. એમાંથી મીઠાઈઓ પણા બને અને નમકીન વસ્તુઓ પણ બને. ઘોડાને પણ ચણ બહુ ભાવે અને કાગડાકબૂતરને પણ બહુ ભાવે.” એ વાંચીને મહારાજશ્રીને થયું કે સ્વાદ ઉપર જો સંયમ મેળવવો હોય તો ચણાનો ત્યાગ કરવો જોઇએ. આ રીતે એમણે ચણા કે એની વાનગીઓનો ત્યાગ કર્યો.
ત્યારપછી મહારાજશ્રીએ દૂધ અને દહીં, ખાંડ અને મીઠું પણ છોડ્યાં. તેલ છોડ્યું. દ્વિદળ છોડડ્યાં. બાફેલાં શાકભાજી લેતા. આયંબિલ જેવું ખાતા. ઉણોદરી કરતા. મધ્યાહુન પછી, બાર વાગ્યા પછી એક વાર આહાર લેતા. સૌજે ઘણુંખરું આહાર લેતા નહિ. આ રીતે એમણે જીવનપર્યંત રસત્યાગની તપશ્ચર્યા કરી હતી.
મુંબઈમાં ઓપરેશન પછી મહારાજશ્રીએ ૧૯૮રમાં દેવલાલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં એમની તબિયત સારી રહી. એમની પ્રેરણાથી વૃદ્ધ સાધુસાધ્વીઓના સ્થિરવાસ માટે “વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનો લાભ ઘણાં સાધુસાધ્વીઓ આ જ દિવસ સુધી લેતાં રહ્યાં છે. દેવલાલી પછી મહારાજશ્રીએ રાજસ્થાનમાં વિહાર-ચાતુર્માસ
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org