________________
૮૪
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩
Ge
કેટલાક શ્રાવકોના આગ્રહને લીધે ૩૨ આગમના વિષયો એમને રાખવા પડચા એમ શ્રી વિનયમુનિએ દ્રવ્યાનુયોગની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો છે.
પૂ. કન્હેયાલાલજી મહારાજ પોતાના સંપ્રદાયની સામાચારીનું બરાબર નિષ્ઠાથી પાલન કરતા, પરંતુ એમની પાસે ઐતિહાસિક ઉદાર દૃષ્ટિ હતી. એટલે જ બીજાની સામાચારીની તેઓ ક્યારેય ટીકા કરતા નહિ. કે તે ખોટી છે એવું કહેતા નહિ, દેવલાલીમાં એક વખત હું એમની પાસે બેઠો હતો ત્યારે એક ભાઈ વંદન કરવા આવ્યા. થોડી વારે એમણે સીધો બેધડક પ્રશ્ન કર્યો, ‘મહારાજશ્રી, આપ મૂર્તિપૂજામાં માનો છો કે નહિ ?’ ત્યારે મહારાજશ્રીએ સૌમ્યતાથી ઉત્તર આપ્યો કે ‘જુઓ ભાઈ, મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. મારો વેશ સ્થાનકવાસી સાધુનો છે, મારે મારા વેશની મર્યાદા છે. એટલે આ વિષયમાં હું તમારી સાથે કંઈ ચર્ચા કરી શકીશ નહિ'. એમનો એ ઉત્તર બહુ વ્યવસ્થિત અને યોગ્ય હતો.
પૂ. કહૈયાલાલજી મહારાજ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિ પોતાની મૌલિક દૃષ્ટિથી કરી બતાવતા. એમની શબ્દોની જાણકારી તથા એમની બહુશ્રુતતા એમાં જોવા મળતી. તેમણે અનેક શબ્દોના અર્થ પોતાની રીતે ઘટાવ્યા છે. એમાંથી ઉદાહરણ તરીકે થોડાક જોઇએઃ
રોગ એટલે રો+ગ અર્થાત્ રોતાં રોતાં જે ગતિ કરાવે અથવા રોતાં રોતાં જેની ગતિ થાય તે. ગુરુ એટલે ગુ+રુ અર્થાત્ ગુ એટલે અંધકાર (અજ્ઞાનરૂપી) રુ એટલે દૂર કરનાર. અથવા ગુ એટલે ગુણો અને રુ એટલે રુચિ ધરાવનાર. મોક્ષ એટલે મો+ક્ષ અર્થાત્ મોહનો ક્ષય કરનાર. ક્ષમા એટલે ક્ષ+મા અર્થાત્ ક્ષય (કર્મક્ષય)નો માર્ગ. સુધા એટલે સુ+ધા અર્થાત સારી ધારણા. અંગ્રેજી શબ્દ એલાર્મનો અર્થ તેઓ કરતા કે અલ્લા અને રામને ઊઠતાંની સાથે યાદ કરો. મોટર એટલે મો+ટ+૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org