________________
સ્વ. પૂ. શ્રી કન્ડેયાલાલજી મહારાજ
૭૫
હતા. પૂ. શ્રી મુક્તિપ્રભાશ્રીજી વગેરેને બોલાવવામાં આવ્યાં. મહારાજશ્રીને લાગ્યું કે પોતાનો અંતસમય આવી ગયો છે. એટલે તરત એમણ બપોરે સવા ત્રણ વાગે સંથારો લઈ લીધો. એમના અંતિમ શ્વાસ ચાલુ થયા. નવકારમંત્ર, શરણાં વગેરેની ધૂન ચાલુ થઈ. બીજે દિવસે તા. ૧૮મી ડિસેમ્બરે વહેલી સવારે પોણા ચાર વાગે, બ્રાહ્મમુહૂર્ત એમણો દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. એમના અનેક ભક્તો, અનુયાયીઓ આબુ આવી પહોંચ્યા.
બીજે દિવસે તા. ૧૯મી ડિસેમ્બરે, પાર્શ્વકલ્યાણકદિને બપોરે એમના મૃતદેહને “કમલ-કયા વિહારમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પણ થયું અને એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે એકત્ર થયેલા ભક્તોએ પૂ. મહારાજની સ્મૃતિ માટે તથા જીવદયા માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું. - પૂ. કહેયાલાલજી મહારાજ ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકની ઉજવણી થાય તે પ્રસંગે જ કાળધર્મ પામ્યા. આથી એમના મુખ્ય શિષ્ય પૂ. શ્રી વિનયમુનિજીએ જાહેર કર્યું કે પૂજ્ય મહારાજશ્રીની સ્વર્ગારોહણ તિથિ દર વર્ષે ભગવાન પાર્શ્વનાથ કલ્યાણકદિન સાથે જોડી દઈ પોષ વદ (ગુજરાતી માગશર વદ) ૮, ૯ અને ૧૦ના રોજ ઊજવવી અને તે દિવસે યથાશક્તિ આયંબિલ આદિ તપશ્ચર્યા કરવી.
પૂ. કદૈયાલાલજી મહારાજનો જન્મ જેસલમેરમાં વિ. સં. ૧૯૭૦ના ચૈત્ર સુદી ૮ના રોજ એટલે કે રામનવમીના પર્વ દિવસે બ્રાહ્મણ કુળમાં થયો હતો. એમના પિતા શ્રી ગોવિંદસિંહજી મારવાડમાં આવેલા જસનગર (કકિંદ) રાજ્યના પુરોહિત હતા. એમની માતાનું નામ જમનાદેવી હતું. મહારાજશ્રી જ્યારે ચાર વર્ષના હતા ત્યારે એ વિસ્તારમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને એમનાં માતાપિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org