________________
પિતાશ્રીની ચિરવિદાય
મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ર૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ ૮ ને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપૂર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્વય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે !
મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪મા વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અદ્ભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આસક્તિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણે એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજ્ય શ્રી નિપુણાશ્રીજી કહેતાં કે “બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.” ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org