SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૦૯ કેલી ટાર્સટન નામના એન્જિયનિયરે પોતાની કલ્પનાથી બનાવી છે. ઑકલૅન્ડનું ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ પણ જોવા જેવું છે. ત્યાં મોટર, વિમાનો વગેરેના જૂના નમૂનાઓ વાહનવ્યવહારના વિકાસની સાક્ષીરૂપે રાખવામાં આવ્યા છે. ઓકલેન્ડમાં “સ્કાય ટાવર' છે. અનેક પ્રવાસીઓને ચારે બાજુથી ઑકલૅન્ડનું વિહંગદર્શન કરાવવા માટે વિશાળ પાયા પર કરાયેલી આ રચના જોવા જેવી છે. ટાવરમાં પગ પાસે સીધું નીચે જોવા માટે પણ ૩૫ ઈંચ જાડા પારદર્શક કાચની ફરસના મોટા લંબચોરસ ટુકડાઓ જડવામાં આવ્યા છે. વાઈતોમો ગુફા ન્યૂ ઝીલૅન્ડ એટલે આગિયાનો દેશ. પરંતુ જેમ જેમ રસ્તાઓ અને મકાનો ત્યાં વધતાં જાય છે તેમ તેમ આગિયાઓ ઓછા થતા જાય છે. ગ્રામવિસ્તારની કેટલીક હોટેલોમાં રાતને વખતે આગિયા જોવા માટે બહાર વનરાજિમાં લઈ જવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડમાં આગિયાની વસતી ધરાવતી કેટલીક ગુફાઓ પણ છે. જેમાં ઑકલૅન્ડની નજીક આવેલી વાઈતોમોની ઊંડી વિશાળ કુદરતી ગુફા સુપ્રસિદ્ધ છે. એમાં જવા માટે હવે આધુનિક સગવડ કરવામાં આવી છે. ગુફાના છેડે પાણી હોવાથી હલેસાવાળી હોડીમાં ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં અંધારી ગુફાની છતમાં હજારો આગિયા જોવા મળે છે. રોટરુઆ ન્યૂ ઝીલૅન્ડનું એક જ્વાળામુખી નગર એટલે રોટરુઆ. ઠરી ગયેલા જવાળામુખી પર તે વસેલું છે. હજુ પણ ત્યાં ધરતીમાંથી ગરમ પાણીના ફુવારા ઊડે છે. નગરમાં દાખલ થતાં કેટલેક સ્થળે ધુમાડાના ગોટેગોટા દેખાય છે. ચોવીસ કલાક તે ચાલુ હોય છે. ત્યાં કોઈક કોઈક સ્થળે ગરમીથી ખદબદતી માટીનાં ખાબોચિયાં પણ છે. કેટલાક પ્રવાસીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy