SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યૂ ઝીલૅન ૧૧૧ રસ્તાઓ વળાંકવાળા, સાંકડા હોવાથી અને કેટલાક રસ્તા ઊંચાનીચા હોવાથી તથા શહેરમાં કેબલનાર હોવાથી આ સુંદર શહેરને ન્યૂઝીલેન્ડના સાન ફ્રાન્સિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. પાટનગર હોવાને લીધે બ્રિટિશ સામ્રાજ્યના વખતમાં જ વેલિંગ્ટનમાં પાર્લામેન્ટનું મકાન બાંધવાનું કામ પહેલા વિશ્વયુદ્ધ પછી ચાલુ થયું હતું. પરંતુ બાંધકામ અંગેના મતભેદો, નાણાંની ખેંચ વગેરેને કારણે ૧૯૨૦માં એનું બાંધકામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું. આ અપૂર્ણા મકાનમાં છ દાયકા સુધી પાર્લામેન્ટનું કામકાજ ચાલ્યા કર્યું. પછી છેક ૧૯૮૧માં ન્યૂ ઝીલેન્ડે પાર્લામેન્ટનું મકાન નવેસરથી પૂરું કરવાનું નક્કી કર્યું. એક અંગ્રેજ સ્થપતિ પાસે એનો નકશો બનાવવામાં આવ્યો. જૂનું અને અધૂરું મકાન એમનું એમ રાખીને બાકીની જગ્યામાં પંદર માળ જેટલું ઊંચું નવું મકાન બાંધવામાં આવ્યું. પરંતુ બહારની બાજુ નજીક નજીક કરવામાં આવેલી દિવાલોને કારણો એની આકૃતિ વિશાળ મધપૂડા જેવી લાગે છે. બન્યું પણ એવું કે મકાન તૈયાર થતાં લોકો એને “પાર્લામેન્ટ' કહેવાને બદલે “મધપૂડો' તરીકે જ ઓળખવા લાગ્યા છે. વેલિંગ્ટન શહેરના વિકાસ માટે સમુદ્ર પૂરીને જમીન મેળવાઈ રહી છે. એના પર નવાં નવાં મકાનો બંધાઈ રહ્યાં છે. અહીં લેંબ્રટન કવે, વેઇકફીલ્ડ માર્કેટ વગેરે વિસ્તારમાં બજારો છે. બૉટનિકલ ગાર્ડન, મેરિટાઈમ મ્યુઝિયમ, નેશનલ મ્યુઝિયમ ઇત્યાદિ જોવા જેવાં સ્થળો છે. ક્વીન્સ ટાઉના છેલ્લાં થોડાં વર્ષોથી ન્યૂઝીલેન્ડનું ક્વીન્સ ટાઉન શહેર જાણીતું થવા લાગ્યું છે. ડુંગરાળ પ્રદેશમાં આવેલું આ નાનકડું શહેર ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. હાકોટીપુ સરોવરની પાસે આવેલા આ સ્થળનું નૈસર્ગિક સૌન્દર્ય રમ્ય અને આહલાદક છે. ઇંગ્લેન્ડની મહારાણીને રહેવાલાયક આ સ્થળ છે એ અર્થમાં અંગ્રેજોએ એને “ક્વીન્સ ટાઉન' એવું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy