________________
૧૫૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઈક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્ત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય.
થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઇએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો તે પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો ડર રહે છે. જ્યાં અલ્પસંતુષ્ટ ન થવાનું હોય ત્યાં અલ્પસંતુષ્ટતા દોષરૂપ ગણાય. અધ્યાત્મસાધનામાં પણ અલ્પસંતુષ્ટતાથી પ્રગતિ ન થાય. પૂર્ણતા તરફનો પુરુષાર્થ જ મોટું ફળ આપી શકે.
જેઓ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવાવાળા છે તેઓ તો ઇચ્છા ઉપરના સંયમ અને ઇચ્છનિરોધથી આગળ વધી નિરીહતાના તબક્કે પહોંચવાનો પુરુષાર્થ કરે છે. સામાજિક કક્ષાએ પ્રાપ્તિ કે અલ્પપ્રાપ્તિ અંગે ગમે તે અભિગમ હોય, આધ્યાત્મિક કક્ષાએ તો ભગવાન મહાવીરે કહ્યું છે કે છેટું નિરીદે ટ્વે મોર ઇચ્છાઓના નિરોધથી જ અર્થાત્ નિરીકતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org