________________
સાંપ્રત સહચિંતન ભાગ ૧૩
હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલ્ડરથી, ખડિયામાં તે બોલી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ખડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલ્ડરથી જ લખ્યું છે. ઈન્ડિપેનની શોધ થયા પછી પણ તેમણે હોલ્ડરથી જ લખવાનું ચાલું રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચા-દાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ પત્રિકાઓ ઈત્યાદિના કોરા હાંસિયામાં મુદ્દા ટપકાવી લેતા અને પીન ભરાવીને રાખતા.
૧૩૪
એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધન લેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધન દાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયાર કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only