SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યાર પછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર (Natural Products) ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણ કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે. હીરાલાલભાઇના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઇ.માં ડાઇંગ અને બ્લીચીંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઇમાં આઇ.સી.આઇ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઇની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશમાં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશ્માંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપન કાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં ચશ્માનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળાં ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચશ્માં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ. પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઓપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઇક ને કંઇક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકૂળતાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy