________________
સવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૪પ
યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. “વિનય-સૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે.
હીરાલાલભાઇએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીરના નામથી ૧૯૬૯માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોનાં સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વેરીઓ, મહાવીરસ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાનસ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઇત્યાદિ પચીસેક લેખો તથા “વીરથ”નો ગુજરાતી ભાવાનુવાદ ઈત્યાદિ આપવામાં આવ્યાં છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે.
હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org