SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ મહત્ત્વનું રહ્યું છે. “હરિયાળી-સંચય” નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો છે. એટલે એવી કવિતાનું વિવરણા સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિવરણ પણ સાથે આપેલાં છે. જેન સાહિત્ય અત્યંત વિશાળ છે. જેનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણા અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જેનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઇને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઇએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશન કાર્ય આગળ ચાલતું ગયું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પૂર સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વોલ્યુમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઇએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002057
Book TitleSamprat Sahchintan Part 13
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy