________________
છે. આ
એટલે
પરસ્પર
સમર્થ છે
ઉદય કરી તે પ્રજનમાં ઉપકારક બનાવવાનું સામર્થ્ય મનુષ્ય પ્રાણુમાં ઘણું ઉંચા પ્રકારનું છે. આ યોજના કરવાનું મનુષ્ય પ્રાણુનું સામર્થ્ય પ્રકૃતિના નિયામક દેવના ઉપકાર ઉપર આધાર રાખનાર છે, અને તે ઉપકાર મનુષ્યપ્રાણુની ઇન્દ્રિય ઉપર થાય છે. આ ઉપકારક સામર્થ્યને અધિદેવશક્તિ કહે છે, કારણ કે પિંડના દેવ એટલે ઈન્દ્રિયોને, બ્રહ્માંડના દેવાના એટલે પૃથિવ્યાદિ તોના નિયામક અભિમાનીઓના પરસ્પર સંવાદ વડે, તે સામર્થ્ય પ્રકટ થાય છે. ચક્ષુરિન્દ્રિય રૂપગ્રહણ કરવા સમર્થ છે, પરંતુ પ્રકાશના અધ્યક્ષ સૂર્યાદિનો ઉપકાર અથવા મદદ મળે છે તે રૂપગ્રહણ થાય છે, તેવી જ રીતે આપણું સર્વ ઇન્દ્રિયના સામર્થ્યને બ્રહ્માંડના અધિકારી દેવાના સાહાયની અપેક્ષા રહે છે. પરસ્પર ઉપકાર્યઉપકારકભાવથી મનુષ્ય-પ્રજા દેવપ્રજા સાથે જોડાયેલી છે. આવી દેવપ્રજાને સદ્ભાવ સર્વધર્મોમાં સ્વીકારવામાં આવ્યું જણાય છે. આપણે તે દેવવર્ગના પ્રાણુને મનુષ્યપ્રજાનાં પ્રાણુ પેઠે જોઈ જાણું શક્તા નથી, તેથી તે નથી એવું અનુમાન કરવું તે સાહસ કહેવાય. પરંતુ તે સાથે એમ પણ સમજવાનું નથી કે દેવે પણ નિરંકુશ સ્વાતંત્ર્યવાળા છે. તેઓ પણ આપણુ જેવા અભિમાની
છો છે. તેમનો શક્તિ પણ મર્યાદિત હોય છે, જે કે આપણું શક્તિ કરતાં તે વધારે બહાળી હોય છે. આ અભિમાની દેવોના મુખ્ય ત્રણ વૈદિક બ્હો હોય છે (૧) ભૂલકને અમિયૂહ (૨) અંતરિક્ષ અથવા ભુવર્લોકનો વાયુવ્યુહ, અને (૩) ઘુલકને અથવા સ્વર્લોકને આદિત્યબૃહ. આ લોકત્રયીની દેવત્રયીમાં બીજા અનેક દેવની મર્યાદિત શક્તિઓ તથા ભોગ્ય સ્થાને હોય છે. પરંતુ આ ત્રણ દેવના બૃહમાં સમાયેલી શક્તિને અધિદેવશક્તિ એવું નામ આપવામાં આવે છે. આ શક્તિ કેવલ અધિભૂતશક્તિ જેવી જડાશ્રિત નથી, પરંતુ જડાજ વર્ગની છે. અધિભૂત સાથે સંબંધ ધરાવતી હોવાથી
તે જ વર્ગની છે, પરંતુ તેના ઉપરની આત્મભૂમિકાના આભાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com