________________
વળી તે જ સમર્થ તાંત્રિક વિચારક ભાસ્કરરાય લલિતાસહસ નામના ભાષ્યમાં લખે છે કે –
“બ્રહ્મતત્ત્વ બે પ્રકારનું છેઃ (૧) સકલ અને (૨) નિષ્કલ. બંને પ્રકારનું બ્રહ્મ જાણવાયોગ્ય છે. એક પર અને બીજું અપર. તે પણ પુનઃ બે પ્રકારનું છેઃ (૧) જગનિયામક, (૨) જગદાત્મક. (આ વિભાગના ટેકામાં તે શ્રુતિ-સ્મૃતિનાં પ્રમાણવા આવે છે), જગદાત્મક બ્રહ્મ ચર અને અચર એમ બે પ્રકારનું છે. તે બે પ્રકારનું પણ બ્રહ્મ હિરણ્યગર્ભથી માંડી તે ઘણા ચર જીવો વડે અને આકાશાદિ તત્ત્વોના ભેદ વડે અનેક પ્રકારનું છે. જગજિયાત્મક બ્રહ્મ વસ્તુતઃ એક છતાં સૃષ્ટિ, સ્થિતિ, નાશ, તિરાધાન, અને અનુગ્રહ વિગેરે નિયમનના ભેદે વડે બ્રહ્મા, વિષ્ણુ, રુક, ઈશાન, સદાશિવ વિગેરે નામવાળું અનેક પ્રકારનું થાય છે.
નિષ્કલ બ્રહ્મ સદા સર્વદા એક જ પ્રકારનું છે..... આ પ્રમાણે સગુણ બ્રહ્મમાં શબ્દશક્તિને પ્રવેશ હોવાથી તેનાં સ્વરૂપનાં બેધક નામે સાર્થક છે. કારણ કે શબ્દપ્રવૃત્તિનાં નિમિત્તો (ગુણ, ક્રિયા, જાતિ, રૂઢિ) તેવા સગુણ બ્રહ્મમાં લાગુ પડે છે. નિર્ગુણ બ્રહ્મમાં શબ્દની વાચક શકિત પ્રવર્તતી નથી, તે પણ લક્ષણ વૃત્તિ
* આ મૂલ ગ્રંથ બ્રહ્માંડપુરાણના બીજા વિભાગમાં ત્રણ અધ્યાયમાં ગ્રથિત થયેલો છે. તેમાં ૩૨૦ લકે છે. તેના બાર વિભાગ (વા) છે. પ્રથમ અધ્યાયમાં પહેલી કલા. ભગવતીનાં સે સો નામના દશ ખંડ( હજાર નામ)ને બીજો અધ્યાય છે, અને ફલસ્તુતિ તે ત્રીજો અધ્યાય છે. એકંદર બાર કળામાં વહેંચાયેલા ગ્રંથની ટીકાનું નામ રમાશમારા પાડવામાં આવ્યું છે. તેને એક અર્થ ગુબા એટલે ભગવતીના સ્વરૂપને પ્રકાશ એવો થાય છે, અને બીજો અર્થ સુભગાના અનુગ્રહવાળા ભાસ્કરરાયને રચેલે
એવો પણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com