________________
૮૨
ટુંકામાં ચૈતન્યની શક્તિને સભાવ સર્વને નામાન્તરે માન્ય છે, અને જેઓ નાસ્તિક છે તેઓ પોતાની મૂઢતાને જાણતા નથી અને તે રીતે પણ શક્તિ મેહિનીના રૂપમાં તેને પાણબદ્ધ કરે છે. સ્વરૂપને ઓળખવામાં જેઓ મથે છે તેમને મેક્ષ આપનારી છે; દેહાદિ રૂપમાં આત્મબુદ્ધિ બાંધનારાને તે ધર્મને અવિરેાધી કામ અને અર્થ આપનારી છે; અને જેઓ તેવી આત્મશકિતને નથી માનતા તેમને તેમના અજ્ઞાનના પ્રમાણમાં પાશમાં અથવા બંધમાં રાખે છે આવી સમજણ તાંત્રિકની છે.
દરેક મંત્રના બીજાક્ષરમાંથી તે તે દેવતાનાં નામ, રૂપ, ગુણ અને કર્મનો બોધ ઉપાસનાક્રમથી કરાવવામાં આવે છે. આ બોધક નુકશાને યંત્ર કહે છે. કારણ કે તે વડે દેવતાનું સર્વ સ્વરૂપ નિયંત્રિત થઈ મનમાં સમજાય છે. પ્રત્યેક દેવતાને લગતે મંત્ર અને યંત્ર હોય છે, અને તેની ઉપાસનાપદ્ધતિ જે ગ્રંથમાં આપી હાય તેને તંત્ર નામ આપવામાં આવે છે.
નાનામાં નાનું શક્તિનું યંત્ર તે સબિંદુ ત્રણ A છે; મેટામાં મેટું વિશિષ્ટ યંત્ર શ્રીવ છે. આ ગ્રંથના પરિશિષ્ટમાં નમુના તરીકે શ્રી યંત્રનું ચિત્ર આપ્યું છે. આ યંત્ર વસ્ત્ર ઉપર રંગ વડે અને ધાતુના પતરા ઉપર, સ્ફટિક ઉપર અથવા શાલિગ્રામ ઉપર કેરીને કાઢવામાં આવે છે. તેની અંદર મંત્રના બીજેને વિન્યાસ કરવામાં આવે છે. શકિતની સાધનામાં યંત્રને પશુ, વીર, અને દિવ્ય અધિકારીઓ જૂદા જૂદો ઉપયોગ કરે છે. પશુઓ બાહ્ય જડ યંત્રોમાં, વિરે સ્ત્રીના શકિતમય શરીરમાં, અને દિવ્ય પિતાના શકિતમય દેહમાં યંત્રરચના રચી બાહ્ય અને આંતર યજન કરે છે. માનનિષમાં નહિ તે નવાં શીવ એ પ્રમાણે દેહનું અને શ્રી ચક્રનું સામાનાધિકરણ્ય કરી શ્રી ચક્રપૂજનની ભાવનામયી પદ્ધતિ વર્ણવી છે. તંત્ર ના કારનાપટસ્ટમાં પણ વિદ્યાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com