________________
૧૫૦
પણ ત્રણ ફૂટમાં વહેંચાય છે. એકને ધર્મપદા વિદ્યા કહે છે જેનું નામ વાણભવટ, બીજીને અર્થપ્રદા જેનું નામ કામર, ત્રીજીને કામપ્રદાવિદ્યા કહે છે જેનું નામ શાક્તકૂટ કહે છે. પ્રત્યેક સાધકને ધર્મ, અર્થ અને કામની જરૂર છે, અને તેનું પરસ્પર અવિરોધી ભાવથી સેવન કરવામાં ઉપાસનાની ચાતુરીની જરૂર છે. ધર્મનો અગ્નિની દશ કલા સાથે, અર્થને સૂર્યની બાર કલા સાથે, અને કામને ચન્દ્રની સોળ કલા સાથે સંબંધ હોય છે. આ કારણોથી ત્રણે પુરુષાર્થને સમયસર, અને યોગ્ય દેશમાં પ્રાપ્ત કરાવે તેટલા સારૂ શાક્તોમાં પંચદશાક્ષરી મંત્ર ત્રણ ફૂટમાં, ત્રણ તિમાં, અને આડત્રીસ કલામાં વહેંચી અનેક રીતે ઉપાસનાના ક્રમથી સાધવામાં આવે છે, અને તેને સૃષ્ટિક્રમથી અને સંહારક્રમથી,-વિસર્ગભાવે, અને બિદુભાવે-- સ્વાધ્યાય કરવામાં આવે છે, એટલે જપ કરવામાં આવે છે. અને તે સાથે ભાવના પણ કરવામાં આવે છે. પંચદશાક્ષરી મંત્રને ત્રણ ફૂટમાં જેણે સાધી સિદ્ધ કર્યો હોય અને જેના ધર્માર્થકામ પ્રાપ્ત થવાથી જેને વિષયોને મોહ છૂટી ગયા હોય એવા ઉત્તમાધિકારીને અર્થે ષોડશી મંત્રને પ્રયોગ સાયુજ્યમેક્ષ અને કેવલ્યમેક્ષને અર્થે વિધાન કરવામાં આવે છે. શક્તિના ત્રિપુરા, મૂલપ્રકૃતિ, અમ્બિકા, શ્રીદુર્ગા, ભુવનેશ્વરી વિગરે ઉપાસ્યભેદોની ઉપાસનાના વિવિધ પ્રકારે પ્રપંચસારના નવમાથી તે પંદરમાં પટલમાં આપવામાં આવ્યા છે.
આ શક્તિની મુખ્ય પંચદશાક્ષરીથી થતી ઉપાસનામાં કુમારિકાશરીરમાં, અને પ્રૌઢ પુરબ્રીઓ અથવા માતૃશરીરમાં સાધકને
આ મંત્રને અત્ર પ્રકાશ કરવાનું પ્રયોજન નથી, કારણ કે તે ભાષાના નિયમથી સમજાય એવા નથી. જે અક્ષરના રૂપમાં લખાય છે અને જપાય છે તે પણ તેનું માત્ર સ્થૂલ રૂપ છે, તેનું સૂક્ષ્મ અને પર રૂ૫ પિંડનાં મૂલાધારાદિ ચક્કામાં મંત્રાદયના ક્રમથી પ્રકટ થતું, અને લય પામતું ગુગમ્ય ગણાય છે. શાકતનું શું મન્તવ્ય છે તે સમજવા પુરત જ અત્ર પ્રયત્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com