________________
૧૭૮
અવલોકન નિષ્પક્ષપાત વૃત્તિથી નહિ થયેલું હોવાથી; તથા તેની પરિભાષા અને “સંધાભાષા” (સંકેતભાષા) નહિં સમજાયાથી, તે ધર્મના પાલન કરનારા ઘણા અજ્ઞાન અને અંધશ્રદ્ધાવાળા હોવાથી, તે ધર્મના આચરણ કરનારા અને કરાવનારા ગુરૂઓમાં સિદ્ધાન્તનું જ્ઞાન નહિ હોવાથી, અને માત્ર ક્રિયાપદ્ધતિમાં જડભાવે પ્રવૃત્તિ કરનારા હોવાથી શાક્ત સંપ્રદાયની શુદ્ધ બાજુ જેવી જોઈએ તેવી પ્રકાશમાં આવી નથી. આ શુદ્ધ દૃષ્ટિ ઉઘાડવા પૂરત આ સોળ કળાવાળે સોળ પ્રકાશનો નિબંધ છે અને તેવી દષ્ટિ ઉઘડ્યા પછીઃ
ચનો ચાર્જ સપાધ્યાયઃ (પતંગરિમાર્થ) એ ન્યાયે શાક્તયોગ પિતે જ તેના ઉંડા વ્યવહાર અને પરમાર્થના ઘણા મર્મો અભ્યાસકને ઉઘાડી શકશે, એવું મારું માનવું છે. આ શાક્તગના એટલે મંત્રવર્ગના પ્રકાશ વિના કેવલ વેદાન્તશાસ્ત્ર સાધકના શ્રેયસને સાધી શકે તેમ નથી. ખરેખર
शक्तिज्ञानं विना देवि मुक्तिहस्स्याय कल्प्यते ॥ હે દેવી! તારા સ્વરૂપના જ્ઞાન વિના મુક્તિ હસવાને પાત્ર બને છે.
શિવસદન,
અમદાવાદ, તા. ૨૩-૬-૩૧
નર્મદાશંકર દેવશંકર મહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com