Book Title: Shakt Sampraday
Author(s): Narmada Devshankar Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 213
________________ . ૧૭૪ બિંદુભાવથી એકાકાર થાય છે. આ અનેકાકાર થવામાં લોકદષ્ટિની જડ પ્રકૃતિશક્તિ વસ્તુતઃ મૂલવસ્તુના સંકલ્પશાક્તના પરિણામરૂપા છે. તેથી મારી કલમ વડે લખાતા અક્ષરે જે કે શાહી, પત્ર અને કલમ જેવી જડવસ્તુની ક્રિયા વડે પ્રકટ થાય છે, તોપણ તે સચેતન વસ્તુના પ્રેરણથી ઉત્પન્ન થયેલી ક્રિયા છે; તેવી રીતે આદ્ય કારણ રૂપે આદ્યા ચિન્મયી શક્તિ છે અને તેની પરંપરામાં આ સચરાચર જગત ઉભું થયું છે. આ પ્રકાશ અને વિમર્શને – વિજ્ઞાન અને વેદ્યનો – અદલાબદલો થવાથી જગવિભ્રમ ઉભો થયો છે. પરંતુ આ વૈચિત્ર્ય કેવલ મિથ્યા પદાર્થ નથી. તેમાં વસ્તુનું એકરસપણું નથી, વિરપણું નથી, પણ સમરસપણું છે એમ શિવશકિત માને છે. વેદાન્તીનું એકરસ પણું, અને સાંખ્યયોગીનું વૈરાગ્યજન્ય વિરપણું શાકને ઈષ્ટ નથી. ભાગ સાથે શવશાક્તને વિરોધ નથી, મોક્ષ સાથે પક્ષપાતી સ્નેહ નથી; ભેગમેક્ષની એકવાક્યતા થઈ શકે એમ છે, એવું શવષાક્તનું માનવું છે. શાકોનું એવું મન્તવ્ય છે કે જો હૈ સઃ એ શ્રુતિને સરલ અર્થમાં સમજવી હોય તો તે શક્તિવાદથી જ સમજાવી શકાય તેમ છે. भगवान परमानंदः स्वयमेव हि मनोगतः तदाकाररसतामेति पुष्कलम् ॥ (મધુસૂદન સરસ્વતી ) ભગવાન પરમાનંદ પોતે જ મનમાં પહેલા તે આકાર બની પુષ્કલ રસરૂપ બને છે. વામકેશ્વર તંત્રમાં કહ્યું છે કે પૂર્ણભિષેકવાળા શાક્તસિદ્ધ પંચાવન પ્રકારના રસના ભકતા હોય છે : काव्यशाने नव रसाः योगे चाष्टौ रसाःस्मृताः भक्तियोगे नवरसाः ऋतवो विषयेस्मृताः अष्टादशप्रकारा हि विद्यायाः परिकीर्तिताः पंचमाद्या रसा देवि पंचपचाशतः स्मृताः।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236