________________
૧૭૩
ન તુ વિધાવાત જિન્તુ સ્વાતંત્મ્યતઃ——વિવત એટલે વિચિત્ર રૂપે દેખાવું; તે પશુ અવિદ્યા વડે નહિ, પરંતુ સ્વાતંત્ર્યથી તેવું દેખાવું. આ વ્યુત્પત્તિ પ્રમાણે વિશ્વનું વૈચિત્ર્ય શિવના શક્તિસબંધથી અથવા સ્વાતંત્ર્યસ્ખલથી પ્રકટ થતા વિલાસ સમજવાના છે.
આ શૈવ-શાક્ત અદ્વૈતમાં વેદાન્તના જેવું પ્રપંચનું મિથ્યાપણું નથી, ન્યાયવૈશેષિકના જેવું આરંભવાદના આશ્રય લઈ જગત્નું કાત્વ નથી, સાંખ્યયોગના જેવું પરિણામવાદને આશ્રય લઈ અનેક વિકારવાળું જગતનું રૂપ નથી; ખૌહોના જેવું વિશ્વ અસત્ પણ નથી, પરંતુ વિલક્ષણ સ્વરૂપ ચમત્કાર રૂપે અદ્વૈતભાવ છે. આ સ્વરૂપચમત્કારમાં પ્રસંગે પ્રકાશભાવ આગળ પડે છે ત્યારે શિવપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે વિમર્શ ભાવ ( આત્મપરામ`) આગળ પડે છે ત્યારે શક્તિપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે પ્રકાશ અને વિમશ` સમભાવે હાય છે ત્યારે બ્રહ્મભાવ ભાસે છે. જડચેતન વિગેરે વિભાગ વસ્તુત: નથી, પરંતુ અદ્વૈતભાવમાં ચઢવા સારૂ શક્તિની પાયરીએ છે. દેખાતા જડજગની શક્તિને આધભૂત પ્રકૃતિશક્તિ નામ આપવામાં આવે છે, દેખાતા જડાજડ જીવતા શરીરમાં અધ્યાત્મપુરુષ શક્તિ રહેલી છે; તેના અંતર્યામી તરીકે શુદ્દાવાની શિવશક્તિ (ચિન્મયી અને આનંદમયી ) રહેલી છે; જડજગત્ અને ચેતનબદ્ધ પુરુષની શક્તિઓના સંબધ કરાવનારી ત્રીજી અધિદેવ માયા શક્તિ (વૈષ્ણવી) રહેલી છે. ટૂંકામાં કાઈ પણુ પદાર્થ શક્તિવિરહિત એટલે કાય પ્રતીતિ કરવામાં અસમર્થ નથી. સ્વયંભુ બ્રહ્મતત્ત્વ શક્તિના વિસગ વડે અનેકાકાર થાય; શક્તિના * સરખાવેશ:—
अतः प्रपंचस्यमृषात्ववादी कार्यत्ववादी प्रतिभेदवादी । असत्यवादी च परेश शंभो तव स्थितिनेषदपिस्पृशन्ति ॥
( મહાથ પ્રકાશ)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat