________________
૨૯
મુદ્દો રજુ કરે હોય ત્યારે પુરુષ, અને જ્યાં બંનેમાંથી એક પણ પાવને પ્રકટ કરવાનું ન હોય ત્યાં નપુર,
આ વ્યુત્પતિ ઉપરથી સમજાશે કે જગતના નિમિત્તકારણ તરીકે વસ્તુને ઓળખાવવામાં શિવ, ઈશ્વર, વિષ્ણુ-ઇત્યાદિ પુરુષભાવ બતાવવામાં આવે છે; ઉપાદાનકારણ તરીકે વસ્તુને ઓળખાવવામાં શક્તિ, ઈશ્વરી, નારાયણું ઇત્યાદિ સ્ત્રીભાવ બતાવવામાં આવે છે; અને જ્યાં જગતની ઉત્પતિ આદિ પ્રક્રિયાને સ્પર્શ નથી એવા તસ્વભાવમાં નપુંસકભાવે બ્રહ્મ-એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ વિચારણને ધ્યાનમાં રાખવાથી શાક્તવાદના મર્મો સ્ત્રી વિગેરેના ભાગ્યભાવમાં નથી, પરંતુ મૂલવસ્તુના ઊંડા પૂજ્યભાવમાં રહેલા સમજાશે.
હવે જ્યાંથી શાક્તસંપ્રદાયમાં ઉપાદાનકારણ •ઉપર એટલે અધિકરણના બલ ઉપર ભાર મૂકવામાં આવે છે, ત્યાંથી સચેતન સ્ત્રીશરીર પૂજ્યતાને આધાર બને છે. આ પૂજ્યતા શાક્તો ત્રણ ભાવમાં દર્શાવે છે અને આચારમાં પણ મૂકે છે. પ્રથમ ભાવ તે કૌમારીને, બીજો ભાવ સુભગા અથવા પતિવ્રતા સૌભાગ્યવતી સ્ત્રીને અને ત્રીજો ભાવ તે માતાનો અથવા જનનીને. શાક્તસંપ્રદાયમાં ચિરછક્તિને બાલાના રૂપમાં પ્રથમ ભાવ અને તેમાં ઇચ્છાશક્તિનું પ્રાધાન્ય; સુન્દરીના રૂપમાં બીજો ભાવ અને તેમાં ક્રિયાશક્તિનું પ્રાધાન્ય, અને કાલીના રૂપમાં ત્રીજો ભાવ અને તેમાં જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય; આ ત્રણે ભાવનું જ્યાં કેન્દ્ર થાય છે તેમાં પરા શકિત, પૂરા વાક્ ઇત્યાદિ ભાવ વડે તુરીય પદને પ્રબંધ થાય છે. વામા, જ્યેષ્ઠા, રૌદ્રી, અને અમ્બિકા; મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, અને પરા દેવતા; વૈખરી, મધ્યમા, પશ્યન્તી, અને પરા-વિગેરે અનેક બૃહમાં મૂલશક્તિના પ્રકારે દર્શાવી સાધકમાં જે જે ગુણધર્મની ખામી હોય તે તે પૂરી કરવા સારૂ મંત્રવિદ્યાને પ્રયોગ શાક્તોમાં હોય છે.
લૌકિક પુરુષાર્થ ત્રણ-ધર્મ અર્થ અને કામ; તેને સધાવનારી વિદ્યાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com