________________
ॐ स्वभावशुद्धः सर्वधर्मस्वमावशुद्धोऽहम् હું સ્વભાવશુદ્ધ છું, સર્વ ધર્મના સ્વભાવ મારામાં નથી તે છું. ___ ॐ शून्यताज्ञानवज्रस्वभावात्मकोऽहम्
હું સર્વ ધર્મ અને પુગલની વાસ્તવ સત્તા વિનાના શૂન્ય સ્વભાવનું, અચલજ્ઞાનના સ્વભાવ રૂ૫ છું.
વજયાનની મંત્રસાધના વડે ત્રણ પ્રકારની બુદ્ધકાયાને અનુભવ વર્ણવાય છે. બુદ્ધની પ્રથમ કાયાને ધર્મકાય કહે છે. તે સર્વ રૂપી દ્રવ્યથી પર, મન અને વાણુથી ન સમજાય એવી, સંસારપ્રસવ જેમાંથી થાય છે એવી નિર્વાણભૂમિકાની વસ્તુ છે. આ વસ્તુ વેદાન્તની કારણ ભૂમિકાના બ્રહ્મસ્વરૂપ સાથે મળતી છે. તે નિર્વાણભૂમિકાની ધર્મકાયા ઉપર રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનપ્લેની રૂપવાળી બીજી કાયા ઘડાય છે, તેને સંજોગકાયા કહે છે. આ સંજોગમાયા બેદ્ધિસના માનસપ્રત્યક્ષના વિષયરૂપ થાય છે. તે ધર્મધાતુનું વ્યક્ત થયેલું રૂપ છે. આ સંજોગમાયા આપણું હિન્દુ ધર્મની કાર્યબ્રહ્માની અથવા સગુણબ્રહ્મની લીલાવ! જેવી છે. ત્રીજી કાયાને નિર્માણકાયા કહે છે. આ કાયા મનુષ્ય શરીર દ્વારા પ્રકટ થાય છે.
ધર્મકાયા અદૈત ભૂમિકાની છે, અને તે બુદ્ધદશાની છે; સંગકાયા ભેદભેદવાળી છે, અને તે બોધિસોના જ્ઞાનના વિષયરૂપ બને છે; નિર્માણકાયામાં બુદ્ધતત્ત્વ ઘન રૂપ ધારણ કરે છે, અને અનેક પ્રાણીઓના લૌકિક જ્ઞાનના વિષયરૂપ બને છે. આ ત્રિકાની પ્રક્રિયા સાથે વેદાન્તની ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાની ભાવના સાવવા લાયક છે, તંત્રશાસ્ત્રમાં આવી ઉપાસ્ય દેવતાની કાયાની રચના આભાસરૂપા માની છે. મૂલ ચિતિશક્તિ સ્વરૂપમાં કોઈ જાતની વિકૃતિ વિના પિતાના સ્વછંદ સ્વાતંત્ર્ય બેલ વડે છત્રીસ તત્ત્વના રૂપમાં
આભાસ પામે છે, અને અનેક ભુવને રચી કાર્યાકાર ભાસમાન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com