________________
હેય તે તે બદ્ધ દશાને સમજ. શન્યતા વિનાનું પ્રતિભાસનું જીવન નથી, અને પ્રતિભાસ વિના સૂન્યતા નિરર્થક છે. આથી આ વરવધૂને દંપતીભાવમાં ગુરુએ જેડી દીધાં, અને તે વડે તેઓ સહજાનંદને ભગવતાં થયાં. સર્વભામાં આ શુન્યતા અને પ્રતિભાસ પેસી ગયા છે, અને તેથી આ વિશ્વનો અલૌકિક વિભ્રમ ચાલ્યાં કરે છે. આ વિગરે ભાવ આ પ્રેમપંચકમાં* છે.
પ્રકરણ ૧૫ મું
શાક્તસંપ્રદાય અને જૈનધર્મ क्षीरांभोधेर्विनिर्यान्ती प्लावयन्तींसुधाम्बुभिः भाले शशिकलां ध्यायेत् सिद्धिसोपानपद्धतिम् ।।
(હેમચંદ્રતયૌરાત્રિ). જૈનધર્મ ઈશ્વરવાદી નથી, પરંતુ તીર્થકરવાદી છે. તેઓ ૨૪ તીર્થંકરની પૂજાભક્તિ હિન્દુઓના દેવની પેઠે જ કરે છે. તેમનાં તીર્થસ્થાનમાં દેવીની મૂર્તિઓનું સ્થાપન ઘણેભાગે જોવામાં આવે છે. અંબાજી માતાના સ્થાન નજીક કુંભારીયા ગામ છે, તેમાં આશ્ચર્ય પમાડે તેવાં જૈનેનાં મંદિરે છે. આ સ્થળે કુંદનપુર નામનું પ્રાચીન નગર હતું તેનું પાછળથી નામ કુંભારીયા પણું જણાય છે. આ સ્થાને પ્રાચીન કાળમાં કિમણીના પિતાનું રાજ્ય હતું. અહીંથી શ્રીકૃષ્ણ રુકિમણનું હરણ કર્યું હતું એવી લોકમાન્ય વાત છે. એમ કહેવામાં આવે છે કે વિમળશા નામના શેઠ દેવીભક્ત હતા. તેમને માતાજી પ્રસન્ન થયાં અને ભંડારા નામને ડુંગર તે ગમ્બરથી પશ્ચિમે આવેલો છે તેમાંથી દેવીની કૃપાથી વિમળશાને ઘણું ધન મળ્યું. તે વડે
* જુઓ અથવા રૂ. ૧૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com