________________
૧૬૮
પ્રાણિઓ તેના નજીક આવી ઉભાં હોય તે સ્તંભિત થઈ ઉભાં રહે છે જેને ધ્યાનયોગનું વર્ણન હેમચંદ્રસૂરિના મારિપનિષ૬ એ નામાન્તરવાળા યોગશાસ્ત્રમાં સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પિંડસ્થ ધ્યાન પછી બીજું ધ્યાન પદસ્થ વર્ગનું હોય છે. આ ધ્યાનમાં હિન્દુઓના પકવેધની પદ્ધતિ પ્રમાણે વર્ણમયી દેવતાનું ચિતન હોય છે. આ ધ્યાનયોગમાં હિન્દુઓના મંત્રશાસ્ત્રની સઘળી પદ્ધતિ સ્વીકારવામાં આવી જણાય છે. નાભિસ્થાનમાં પડશદલમાં સોળ સ્વરમાત્રાઓ, હદયસ્થાનમાં એવી દલમાં મધ્યકણિકા સાથે પચીસ અક્ષરે, અને મૂળપંકજમાં અવરતપરા-એ વર્ણાષ્ટક ગોઠવી, માતૃકા ધ્યાનનું વિધાન કરવામાં આવે છે. આ માતૃકા ધ્યાન સિદ્ધ કરનારને નષ્ટ પદાર્થોનું તત્કાલ ભાન થાય છે. વળી નાભિકંદની નીચે અષ્ટદલ પદ્મની ભાવના બાંધી, તેમાં વર્ગાષ્ટક ગોઠવી દરેક દલના સંધિમાં માયા પ્રણવ સાથે ન પદ ગોઠવી હસ્ય, દીર્ઘ, અને
બુત ઉચ્ચાર વડે નાભિ, હદય, કંઠ વિગેરે સ્થાનેને સુષુણ્ણ માર્ગે પિતાના જીવને ઉર્ધ્વગામી કરવો, અને તેના અંતરમાં અંતરાત્માનું શોધન થતું ચિત્તવવું. ત્યાર પછી ષોડશદલપદ્મમાં સુધા વડે પ્લાવિત પિતાના અંતરાત્માને સોળ વિદ્યાદેવી સાથે સેલદલમાં ગોઠવી, પિતાને અમૃતભાવ મળતું હોય એવી ભાવના કરવી. છેવટે ધ્યાનના આવેશ વડે તોડë, તૌડ-એ શબ્દ વડે પોતાને મહંત રૂપે અનુભવવા મૂર્ધામાં પ્રયત્ન કરે. આ પ્રમાણે પોતાના આત્માને, જે પરમાત્મા માંથી રાગદ્વેષ અને મોહ નિવૃત્ત થયા છે, જે સર્વદશ છે, અને જેમને દેવે પણ નમે છે તેવા ધર્મદેશના કરનાર સંત દેવ સાથે એકીભાવ પામેલા જેઓ અનુભવી શકે તેઓ પિંડસ્થ ધ્યેય સિદ્ધ કરેલા સમજી શકાય છે. *જુઓ હેમચંદ્રરાશે. સાતમા ગોવા ૨૭-૨૮
કામકારા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com