________________
તેમણે કુંભારીયાનાં દેવળો તથા પાસેના આબુ ઉપરનાં વિશ્વપ્રસિદ્ધ દેલવાડાનાં જૈનમંદિર બંધાવ્યાં હતાં. પાછળથી વિમળશા ઉપર માતાને કાપ થવાથી કુંભારીયાનાં બીજાં દેવળો બળી જઈ માત્ર સાડાત્રણ દેવળ જ રહ્યાં છે. આ વાતમાં ગમે તે સત્ય હોય તો પણ એટલું તે સમજાય છે કે વિમળશા શેઠ જાતે જૈનધર્મી હશે, પરંતુ લોકપ્રસિદ્ધ દેવીના સ્થાનમાં દેવીની ભક્તિની અવગણના ન કરવાને તેમને ઉદાર આશય હશે. જૈનશાસન સાથે શાક્તમતને કઈ પણ સંબંધ ન હોય તે આ લોકરીતનું મંતવ્ય જે હજુસુધી જનમાં પ્રચલિત છે, તે ટકે નહિ. જૈનયતિઓ મલિન વિદ્યાના ઉપાસક છે એવું હિન્દુઓનું વગરસમજનું માનવું છે. પરંતુ એમાં પણ જૈન યતિએ તાંત્રિક ઉપાસના કરનારા હતા એ મુદ્દો વિસરા જોઈએ નહિ. ત્યારે જૈનશાસનમાં આ શક્તિની તાંત્રિક ભક્તિ અને ઉપાસના શી રીતે પેઠી તે વિચારવા ગ્ય પ્રશ્ન છે.
જૈનશાસનમાં તીર્થકરને લગતા ધ્યાનયોગનું વિધાન છે. તે ધ્યાનના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે મુખ્ય વિભાગ છે. તેમાં ધર્મધ્યાનના ધ્યેયસ્વરૂપ ઉપર બંધાયેલા ચાર વિભાગે છે - (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂ૫સ્થ, (૪) રૂપવર્જિત. જેમાં ધ્યેય એટલે ધ્યાનનું આલંબન પિંડમાં હોય તેવા ધ્યાનને પિંડસ્થ ધ્યાન કહે છે; જેમાં શબ્દબ્રહ્મના વર્ણ, પદ, વાક્ય ઉપર ઘડાયેલી ભાવના કરવાની હોય છે તેને પદસ્થ ધ્યાન કહે છે. જેમાં આકારવાળા અહંતની ભાવના હોય છે તેને રૂપથ ધ્યાન કહે છે; અને જેમાં નિરાકાર આમચિંતન હોય છે તેને રૂપવર્જિત યાન કહે છે. આ ચાર પ્રકારના ધ્યાનમાં પૃથિવી, જલ, વાયુ વિગરેની ધારણાનો ક્રમ પિંડથ યાગમાં હોય છે, અને આ પિંડરથ ધ્યાનમાં પોતાના આ માને અર્વજ્ઞક૫ (ર્વસમ) અને કલ્યાણગુણત પિતાના દેહમાં સતત ધ્યાન કરનારને મંત્રમંડલની હલકી શક્તિઓ, શાકિની
આદિ શુદ્ર ગિનીઓ, બાધ કરી શકતી નથી, અને હિંસવભાવનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com