________________
૧eo જૈનશાસનના સિદ્ધાન્તમાં આ શક્તિસ્વીકાર હોવાથી તેને સારે. ઉપયોગ અને ખેટે ઉપયોગ થાય એ સ્વાભાવિક છે. હિન્દુઓમાં પણ દક્ષિણમાર્ગ અને વામમાર્ગ છે; બૌદ્ધોમાં પણું વજયાનની મલિન અને શુદ્ધ પદ્ધતિઓ છે; તેવી જૈનેમાં પણ મેલી વિદ્યા અને શુદ્ધ વિદ્યા દેવી સંભવે છે. હેમચંદ્રસૂરિએ શુદ્ધવિદ્યા ઉપર જ ભાર મૂકી છે.
જૈન કવિઓ શાક્તસંપ્રદાયના સારસ્વત કલ્પને સ્વીકારે છે; એટલે કે સરસ્વતીની ઉપાસનાને પ્રત્યક્ષ સ્વીકાર કરે છે. સિદ્ધ સારસ્વતાચાર્ય શ્રીબાલચંદ્રસૂરિના વસંતવિલાસ મહાકાવ્યમાં મંગલાચરણમાં નીચેના શાક્ત પદ્ધતિનું અનુમંદન આપનારા કે છે - चेतोऽश्चलं चञ्चलतां विमोच्य संकोच्य पंचापि समं समीरान। पश्यन्ति यन्मूर्धनि शाश्वतश्रिसारस्वतं ज्योतिरुपास्महे तत् ॥ ज्योतिस्तडिदंडवती सुषुम्णाकादम्बिनी मूर्ध्नि यदाभ्युदेति । विशारदानां रसनाप्रणाली तदा कवित्वामृतमुद्गृणाति ॥
ચિત્ત રૂપી વસ્ત્રની ચંચલતા ત્યજીને, તથા પ્રાણુદિ પાંચ વાયુના વ્યાપારને ખંભિત કરીને, મૂર્ધપ્રદેશમાં જે સ્થિર ભાવાળા સરસ્વતીના તેજમંડલને જુએ છે, તે જ્યોતિમંડલને અમે ઉપાસીએ છીએ. જ્યારે સુષુણ્ણ નામની નાડી રૂપી વાદળી, સરસ્વતીના તેજોમય વિજળીના દંડથી ભૂદાઈ મૂર્ધામાં આવી વરસે છે, ત્યારે વિદ્યા વિનાના મનુષ્યની પણ રસના એટલે જ હારૂપ પરનાળમાં કવિત્વનું જળ વહી આવે છે.”
સરસ્વતી દેવીની ઉપાસના વડે આ બાલચંદ્રકવિ પિતાને દિવ્ય કવિત્વશક્તિ પ્રાપ્ત થયાને સ્પષ્ટ નિર્દેશ કરે છે. - સરસ્વતીની પૂજા ઉપરાંત જેમાં પ્રત્યેક તીર્થંકરની શાસન
કર જુઓ વસંતરિયાણ I. 70–73. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com