________________
૧૬૧
અનુત્તર અથવા અનુયાગ, અને અતિયાગ ) ઐાદ્ધ સિદ્ધાન્તને આચારમાં શી રીતે અનુભવવા તેનું શિક્ષણ આપે છે. આ ત્રણે તંત્રયાનાને વજ્રયાન અથવા મંત્રયાન કહે છે, કારણકે તે ત્રણેમાં મંત્રનુ વજ જેવું અમેાધ સાધન વાપરવામાં આવે છે.
નવમુ` અતિયેાગ તંત્ર ઘણે ભાગે ગાઢપાદના અાતિવાદ સાથે મળતું છે, અને અદ્વૈતસિદ્ધાન્તનું સ્થાપન કરે છે. જગતનું સત્યત્વ, જગતનું સત્યાસત્યપણુ, જગતનું વિજ્ઞાનરૂપ, જગતનું શૂન્યરૂપ-એ ચાર ભૂમિકામાં બહુમતની સાત્રાન્તિક, વૈભાષિક, યાગાચાર અને માધ્યમિક પ્રક્રિયાઓ ચઢતી ચઢતી ચાલે છે. તેમાં છેવટની કક્ષા તે શૂન્યવાદની માધ્યમિકની છે. તેમાં ભૂત-ભાતિક ખાદ્ય પદાર્થો, અને ચિત્તચૈત્યરૂપ આંતરપદાર્થોં વાસ્તવ સત્ય નથી, પરંતુ દેખાવ માત્ર છે. પરંતુ જે ભૂત-ભૌતિક પદાર્થોના અને ચિત્તચૈત્યના નિષેધ કરવામાં આવે છે તેનું અધિકરણ મનવાણીથી અગેાચર છે. તે પદાર્થાંનું વર્ણન કાઈ પણ પ્રકારના ગુણ વડે,તમ વડે થઈ શકે તેમ નહિ હાવાથી તેને માધ્યમિકા ચન્દ્ર કહે છે. સંપૂર્ણ` દૃશ્ય જગત-નામરૂપવાળુ-તે વસ્તુમાં શમી જાય છે. આ કારણથી તેને શૂન્યસ'ના આપવામાં આવે છે.
આ બાહ્વોની વસ્તુશૂન્યતા વેદાન્તીઓના બ્રહ્મભાવ જેવી છે. ઐાદ્દો આ છેવટના તત્ત્વને કેવલશૂન્ય માનતા નથી, પરંતુ વવત - શૂન્ય માને છે. આથી સંસારી પુદ્ગલ ( હિંદુઓના જીવ ) જ્યારે તંત્રસાધના વડે ચિત્ત અને ચિત્તના વિલાસેાનું શમન કરે છે, ત્યારે જ તેને શૂન્યતાને અથવા એધિચિતા સત્ય અનુભવ જાગે છે. આ તંત્રસાધનામાં જે વિજ્ઞાનનાં રૂપે પ્રકટ થાય છે. તેને “ દેવતા ” સંજ્ઞા આપવામાં આવે છે; અને જે યાનમાં આ દેવતાઓના ઉડ્ડય અને અસ્ત સમજાય છે તેને વજ્રયાન કહે છે. જેમ હીરે। અથવા વજ્ર કાપવા કિઠન છે, તેમ આ યાનના સાધક કશાથી ડગતા નથી. અડગ, અચલ સ્થાણુ, સ્થિર-એ અથમાં બહુશાસ્ત્રમાં ય શબ્દ રૂઢ થયા છે. જેમકે વાસન, વજ્ઞાન, વજ્રચિત્ત.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com