________________
૧૫૬
પ્રકરણ ચૌદમું
શાક્તસંપ્રદાય અને બૌદ્ધધર્મ शून्यता बोधितो बीजं बीजादू बिम्बं प्रजायते बिम्बे च न्यासविन्यासस्तस्माद् सर्वे प्रतीत्यजम् ॥
(મહાસુખપ્રકાશ) આગલાં પ્રકરણમાં શકિતવાદે અને તેના ઉપર બંધાયેલા શાક્ત સંપ્રદાયે હિન્દુધર્મમાં કે પ્રસાર કર્યો છે તેનું સ્વરૂપ આપણે સમજી ગયા. પરંતુ શકિતવાદ પોતે તત્ત્વવિદ્યાને સિદ્ધાન્ત હોવાથી તેને નામાન્તરે અને રૂપાન્તરે પ્રવેશ બીજા અનેક ધર્મોમાં થયો છે. શાક્તવાદ બૌદ્ધધર્મના મહાયાનમાં એટલો બધો વ્યાપી ગયો છે કે હિન્દુધર્મની તંત્રસાધના અને મહાયાન બ્રાહમતની તંત્રસાધનાનું પૃથક્કરણ કરવું, એ કઠિન કામ છે. સામાન્ય શિક્ષણવાળા હિન્દુઓ દ્ધધર્મના સાહિત્યને તથા તત્ત્વદર્શનના સાહિત્યને જાણતા નથી, અને જે ધર્મ ભારતવર્ષમાં જન્મ પામી, ભૂમંડલના ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેલાય તે ધર્મનું સ્વરૂપ ભારતવર્ષના મનુષ્ય ભૂલી ગયા એટલું જ નહિ પરંતુ બાદ્ધ ધર્મ હિન્દુધર્મનો વિરોધી છે એવી ભાવના દઢ થઈ જવાથી બદ્ધ ધર્મ પ્રતિ પૂર્વગ્રહ બંધાઈ ગયો. ઐતિહાસિક દૃષ્ટિથી હાલને હિન્દુધર્મ જે રૂપમાં છે તે રૂપને રચાવામાં બદ્ધ ધર્મો અને બાહતત્વજ્ઞાને માટે હિસ્સો આપ્યો છે. વૈદિક પશુયોને લેપ, અહિંસાનું પ્રાધાન્ય, જગતનું મિથ્યાત્વ વિગરે હાલના હિન્દુધર્મના સિદ્ધાન્ત ને સીધે વારસો વેદમાંથી નીકળી આવે એમ નથી, પરંતુ વચલા કાળના બદ્ધધર્મની આડકતરી અસરનું પરિણામ છે. બુદ્ધભગવાનને વિષ્ણુના અવતારમાં પુરાણોએ ગણના કરી, અને જગતની માયામયતા અથવા મિથ્યાત્વને સિદ્ધાન્ત મહાયાનના જોદ્ધોએ ન્યાયપુર સર રચેલો તે શાંકરદાતે જે ને તે સ્વીકાર્યો. આ કારણથી શાંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com