________________
૧૫:
આ નાની રમુજી વાતમાં ત્રીજાતિનું દૃશ પ્રકારનું સંગાપન જ્યાં થાય, ત્યાં દેવા યજ્ઞાદિ વડે લ આપે છે એવા સાર જણાય છે.
આદ્યશક્તિને કુમારી-માલા-રૂપે, સતી-યુવતિભાવમાં શિવપત્ની રૂપે, સ્વેચ્છા વિધાત થતાં નાશ કરનાર કાલી રૂપે, પુનઃ વિશુદ્ધ રતિ ઉત્પન્ન કરનાર વરણની ગૌરી રૂપે, પુનઃ વિશ્વનાં ઉદ્ધારક કુમાર અથવા કના જન્મ આપનાર જનની રૂપે–ઇત્યાદિ નવાં નવાં રૂપોમાં પુરાણામાં પ્રકટ થતાં વાં છે, અને આ સર્વ વણુનામાં કૌમારી, ગૃહિણી, અને જનનીઆ ત્રણ પવિત્ર ભાવેાની ખીલવણી કરવામાં આવી છે.. તે ઉપરાંત દુર્ગાની ભાવનામાં મહાપરાક્રમી સ્ત્રી તરીકે પણ તેનું ચરિત્ર આલેખાયું છે. અને સપ્તશતીના ચરિત્રયમાં પ્રધાનદેવતાએ ત્રણ રૂપમાં શુંભ, નિશુંભ, મહિષાસુર વિગેરે રાક્ષસેાને સારવામાં જે પરાક્રમ દર્શાવ્યું છે તેમાં રૂપક વડે શક્તિ સ્ત્રી શરીરમાં છતાં અખલા નથી પણ સબળા છે એવા ભાવ ચિતરવામાં આન્ય છે, સપ્તશતીની ગુપ્તવતી ટીકામાં તથા સૌભાગ્યભાસ્કરમાં શક્તિનું સાચું સ્વરૂપ અને મહિષ વિગેરેમાં સમાયેલા અજ્ઞાન, કામ, ક્રોધ વિગેરે ગુપ્ત સ કેતાના સ્ફેટ કરવામાં આવ્યા છે. દેવીમાહાત્મ્યના સકતા ઉકેલવા એ જ ઉપાસનાનું રહસ્ય છે.
શક્તિની ઉપાસનાના આ કુમારી, ગૃહિણી અને જનની-આ ત્રણ ભાવામાં જે સાધકા સિદ્ધિ મેળવે છે તે શિવ-શક્તિના પરમ સામરસ્યને જાણનારા રસિકા છે. આવા શાક્તભાવના આવેશથી કવિ બાલ સ્વરૂપને વિમર્શ કરી અથવા પ્રત્યભિજ્ઞા કરી ગાય છે કેઃ
X
X
પ્રેમ તણા નિલ ઝરણામાં, કરી સ્નાન આવ્યેા હું આજ, પવિત્ર પૂરા પૂજન કાજે, પ્રેમપ્રતાપે થયા છું આજ, હૃદય રહી રમતી રઢીઆળી, ઔંથી અગમગત પેખું આજ, નૃત્ય કરે. હર હર વિરચી, વિણા વજાડે વાણી આજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
x
૫
www.umaragyanbhandar.com