________________
૧૫૧
પૂજ્યભાવ બાંધી, નિત્ય અને નૈમિત્તિક રીતે આ ત્રણે પ્રકારની સ્ત્રીઓને દિવ્યાભૂષણ, અર્ચનાદિ વડે સત્કાર કરવાનો નિયમ વિધિ હોય છે,
આ આંતર ઉપાસના અને બાહ્ય અર્ચનમાં સમાનભાવથી અને સમાનગુરુથી દીક્ષિત સાધક-સાધિકા સમાન ધર્માચરણથી સત્વર ક્રિયાસિદ્ધિ કરી શકે છે, જેમાં સાધિકાએ પોતાના પતિના શરીરમાં શિવભાવ, અને સાધકે પોતાની પત્નીના શરીરમાં શક્તિભાવ સ્થાપવાની અગત્ય માની છે. આ પરસ્પર પૂજ્યભાવ સિદ્ધ કરવા સારૂ પતિને સ્ત્રીસ્તોત્ર, અને પત્નીને ભસ્તાત્ર શિખવવામાં આવે છે, અને તેના રહસ્યનું ભાન ગુરુ તરફથી સમજાવવામાં આવે છે* જયારે –
विद्याः समस्तास्तव देविभेदाः
खियः समस्ताः सकला जगत्सु એ દેવી મહાભ્યના લોક પ્રમાણે સઘળી વિદ્યાઓ અને સઘળી સ્ત્રી વ્યક્તિઓ જ્યારે ભગવતીનાં રૂપ સમજાય છે, ત્યારે જ ચોથા મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિને અધિકાર મળે છે, એવું શાસ્તોનું માનવું છે. આવું રહસ્ય-જ્ઞાન આપનારા ગુરુજને પુરુષવર્ગના જ હોય છે એમ નથી, પરંતુ સ્ત્રીવર્ગના પણ હોય છે. વેદકલમાં કૌમારી અંશણમુનિની વાફ નામની દુહિતા શકિતરહસ્યની પ્રબોધક હતી; અગત્ય મુનિનાં પત્નિ લોપામુદ્રા શાક્ત આગમનાં ઘણાં ઊંડાં જાણનારાં હતાં, અને સિદ્ધિકેટિનાં હતાં; અગત્યનાં બહેન બંધુમાતા પણ સૂક્ષ્મ શાક્ત વિચારક હતાં: સ્માતકાલમાં મદાલસા જેવી માતાએ અને ચૂડાલા જેવી પત્નીએ પુત્રને તથા પતિને શાત
* આવાં ઘણાં રહસ્યસ્તોત્ર તંત્રો અને આગામે માં છે. મીઠું મહારાજે પણ આજથી બસો વર્ષ પહેલાં આવાં સંસ્કૃતમાં રચાં છે, અને દંપતીઓએ પરસ્પર પૂજ્યતાને પ્રકાશ કર્યો છે. આ
સ્ત વેદાન્તીઓની સ્ત્રીનિંદાને ખેટી ઠરાવે તેવાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com