________________
૧૪૮
તેના ભાગ્ય પણ ઉપર નથી, પરંતુ તેના ધારણ અને પોષણ આપનારા સ્વભાવ ઉપર રહેલી છે. જગતકારણને કેટલાક નિમિત્ત કારણ મા છે, કેટલાક ઉપાદાનકારણ માને છે, અને કેટલાક અભિન્નનિમિત્તોપાદાનકારણ માને છે. પહેલી બે ભૂમિકામાં તવાદ છે, અને તે ન્યાયવૈશેષિકાદિ વિચારમાં, અને સાંખ્યાદિ પ્રકૃતિકારણવાદીઓમાં સ્વીકારાયેલો છે. પરંતુ ત્રીજી ભૂમિકામાં અદ્વૈતવાદને આશ્રય છે. તેમાં પણ માયાવાદી વેદાન્તીમાં માયાની જડતાને સ્વીકાર છે, અને શક્તિવાદી અદ્વતીઓમાં શક્તિની ચેતનતાને સ્વીકાર છે. બ્રહ્મની કેવલ જ્ઞાનશક્તિ ઉપરાંત ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ પણ છેઆ મન્તવ્ય શાક્તોનું બહુ દઢ છે, એટલે સાંખ્યોની પ્રકૃતિ જેવી એકલી ક્રિયાવાળા શાક્તોની શક્તિ નથી, તેમ વેદાંતીની માયા જેવી જડ પણ નથી, તેમ કેવલ સાંખેની પુરુષની તટસ્થ ચિતિ જેવી. પણ શાક્તોની શક્તિ નથી. શાક્તોની શક્તિમાં સાં નું પ્રકૃતિનું સર્વોશ કર્તુત્વબલ છે, વેદાન્તીઓની આત્મરૂપ ચિચ્છક્તિને સમાસ છે, અને સાંઓના પુરુષની પ્રેરકબલવાળી, પણ નિષ્ક્રિય જેવી જણાતી પરુષભાવવાળી, ઇચ્છાશક્તિ પણ છે. આ ઇરછાજ્ઞાન અને ક્રિયાબલનું મૂલકેન્દ્ર અધિકરણમાં રહેલું હોવાથી શક્તિને સ્ત્રીનું રૂપક આપવામાં આવે છે.
अधिकरणसाधना लोके ब्री-स्त्यायति अस्यां गर्भ इति कर्तृसाधनश्च पुमान् । संस्त्यान विवक्षायां स्त्री, प्रसवविवक्षायां पुमान् । उभयोरविवक्षायां नपुंसकम् ॥
એ વાકયમાં સુંદર વ્યુત્પત્તિ કરવામાં આવી છે કે અધિકરણને સાધનરૂપે લોકમાં સ્ત્રી લેવાય છે, કારણ કે તેના શરીરમાં ગર્ભ વિસ્તાર (સ્પાયર) પામે છે; કર્તાના ભાવમાં લોકમાં પુરુષ સંજ્ઞા અપાય છે, કારણ કે તે કર્તા અંદર પેસે છે. આ પ્રમાણે વિસ્તાર કરવાનો મુદ્દો જણવો હોય તે રી; પ્રસવ કરવાના ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com