________________
વાકુ, ૬ સ્વાતંત્ર્ય, ૮ પરમાત્મા પ્રતિની ઉન્મુખતા, ૯ એશ્વર્ય, ૧૦ સત્તવ, ૧૧ સત્તા, ૧૨ ફુરત્તા, ૧૩ સાર, ૧૪ માતૃકા, ૧૫ માલિની, ૧૬ હદયમૂર્તિ, ૧૭ સ્વસંવિદ (એટલે આત્મભાન), ૧૪ સ્પંદ, વિગેરે નામ આપવામાં આવ્યાં છે. પરંતુ આ સર્વેમાં રૂઢ સંજ્ઞા શક્તિ છે. આ શક્તિ નથી પુરુષ, નથી સ્ત્રી, કે નથી નપુંસક. આ ત્રણે પ્રકારનાં લિંગવાળાં સચેતન શરીરીઓમાં શક્તિને કુંડલિની રૂપે ગુપ્ત વાસ છે, તે પણ શાસ્ત્રનો એવો અભિપ્રાય છે કે સ્ત્રી, પુરુષ અને નપુંસકમાં સામાન્ય કલાઓ રૂપે રહેલી આ શક્તિ પિતાના વૈભવમાં સ્ત્રી શરીરમાં વિશેષ ઝળકે છે. શંકરાચાર્ય પ્રપંચસાર( પ્રથમ પટલ ૨૪-૨૮)માં વર્ણવે છે કેઃ “દેહીઓના દેહમાં અને દેહ બહાર ચૈતન્યનું પૂરણ કરનારી, આત્મસંવેદન રૂપા આ શક્તિ, ગુના પ્રબોધથી દશ્ય બને છે, એટલે અનુભવમાં આવે છે. જેમ આકાશ અને અંધકાર હાથ લાંબા કરવાથી પકડાતાં નથી, તેમ સ્વરૂપાનુભવ રૂપા શક્તિ પણ પકડાતી નથી. આ શકિત પુરુષ, અને નપુંસકમાં પણ સમાન રીતે વ્યાપ્ત છતાં સ્ત્રી જાતિમાં વિશેષ રૂપે પ્રકટીકરણ પામેલી છે. સાંખ્યો જેને પ્રધાન કહે છે, તેનું બીજું નામ શક્તિ છે, તે તમને (દેવને), અને મને (બ્રહ્માને) નિત્ય વળગેલી છતાં તમારા અને મારા મર્યાદાવાળા સ્વરૂપનું અતિક્રમણ કરનારી છે. તે શક્તિ તે હું છું, તમે પણ છે, અને સર્વ વેદ્યવસ્તુમાં પણ તે છે. પ્રલયકાળમાં પણ સચરાચર જગતને પોતાની અંદરલાવી મૂકે છે. ખરેખર તે પરાશકિત પોતે પિતાને જાણે છે, અને તેને બીજે કઈ જાણનારે નથી.”
ઉપરનાં રમ્ય વાકયમાં ચૈતન્યશક્તિ સર્વ પ્રાણી પદાર્થોમાં વિદ્યમાન છતાં સ્ત્રી શરીરમાં અધિક ઝળકે છે, એમ સમજાવવામાં આવ્યું છે. આ સિદ્ધાન્તમાં શે હેતુ સમાયેલો છે ? શું ત્રીજાતિના પુરુષ જાતિને થતા આકર્ષણને લીધે આવું મન્તવ્ય ઠસાવ્યું છે કે બીજો કોઈ હેતુ છે? ખરેખર શાક્ત સિદ્ધાન્તમાં સ્ત્રીની મહત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com