________________
૪૫
પ્રકરણ ૧૩ મુ
શક્તિની ઉપાસનામાં પ્રવતા ત્રણ ભાવા यदु कुमारी मंद्रयते यद् योषित् पतिव्रता, अरिष्टं यत्किंच क्रियते अग्निस्तदनुवेधतु ॥ ( â. આ. )
મૂલ વેદથી માંડી હાલના ગુજરાતી સાહિત્ય પર્યંત જ્યાં જ્યાં શકિતવાદનું ચિન્તન છે તે વિચારી જોતાં સહજ સમજાશે કે હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયા અને પથૈા છતાં, તે સમાં શક્તિવાદ એટલા બધા આડેઅવળા ગુંથાયેલા છે કે હિન્દુ ધર્મની પ્રાણનાઢી કહીએ તે શક્તિના સ્વીકારમાં છે. જેમાં પારુષ ભાવથી દેવનુ યજનપૂજન થાય છે ત્યાં પણ તે તે દેવની અધાગના રૂપે શક્તિને સ્વીકાર છે.
જો સમુદ્રમાં મર્યાદાશક્તિ ન હાય, જો આકાશમાં વ્યાપકતા શક્તિ ન હોય, જો બ્રહ્મદેવમાં સર્જનશક્તિ ન હેાય, જો વિષ્ણુમાં પાલનશક્તિ ન હોય, જો રુદ્રમાં સંહારશક્તિ ન હેાય, જો ગુરુદેવમાં તારકશક્તિ ન હોય, જો બુદ્ધમાં ખેાધકશક્તિ ન હેાય, અને જિનમાં યાશકિત ન હેાય, તેા સમુદ્ર, આકાશ, સૂર્ય, ચન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ગુરુ, બુદ્ધ, અને જિન કૈવલ શબ્દાષ્ય વિકલ્પ જ રહેવાના, પરંતુ વસ્તુભૂત પદાર્થ ગણાય નહિ. દિવ્ય પદાર્થોની દિવ્યતાનું ખીજ શક્તિતત્ત્વમાં છે, અને તે શક્તિ એટલે કાર્યક વવાળું ચેતનબળ સમજવાનું છે. શાક્ત સિદ્ધાન્તના પ્રકરણમાં વિચારી ગયા તે પ્રમાણે શક્તિ એ બ્રહ્મ વસ્તુના અંતર્ગામી અને બહિર્ગામી ધર્મ છે, અને બ્રહ્મવસ્તુ તે ધર્મી છે. વસ્તુને ધમ તરીકે વિચારતાં શક્તિની ભાવના પ્રકટ થાય છે, ધર્માં તરીકે વિચારતાં શિવની ભાવના પ્રકટ થાય છે. પરંતુ
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com