________________
૧૪૩
થયું કે અધિકારીએ નિર્લોભ અને અડગ થઈ ઈશ્વરસાક્ષાત્કાર : પર્યત વહ્યા જવું; તે તેવા નિર્લોભ પ્રાણુને માયાશક્તિ કાપટ્ય કિંવા બલાત્કાર કરતી નથી. x x પરમેશ્વરની રાણુરૂપ માયાશક્તિ પોતાની મર્યાદાના પ્રમાણ સુધીના પદાર્થો આપ્યા પછી અસતિષને પ્રાપ્ત રહેલા પ્રાણીને સાક્ષાત ઈશ્વર સંમુખ થવા કિંચિત પણ વિરોધ કસ્તી નથી. તેથી ઈશ્વરની પ્રાપ્તિમાં પ્રાણુને અનધિકારજ કારણ હોય છે, માયાનો દોષ નથી.”
આચાર્યશ્રી પોતે શાક્ત સંપ્રદાયના અથવા શિવ સંપ્રદાયના અથવા કોઈ પણ સંપ્રદાયના બંધનવાળા ન હતા. તેમના સિદ્ધાન્તો ઘણું વ્યાપક અને ગંભીર હતા, અને તે વડે અન્ય સંપ્રદાયના મર્યાદિત સિદ્ધાન્તોની ગ્યાયોગ્યતાની કસોટી થતી હતી. તેમના પિતાના તાત્ત્વિક નિર્ણય કેટલા અંશમાં શાક્ત સિદ્ધાન્તના પિષક
અને સમર્થક છે એટલું દર્શાવવા પૂરતે અત્ર પ્રયત્ન કર્યો છે. કોઈ પણ સાંપ્રદાયિક સિદ્ધાન્તની કસોટી કેવળ આગમ વડે થતી નથી, કેવળ તર્ક વડે થતી નથી, તેમ કેવળ વ્યક્તિના અનુભવ વડે પણ. થતી નથી. પરંતુ આગમ, તર્ક, અને અનુભવની એકવાક્યતા વડે જ થાય છે. તેવી કસોટી શકિતવાદ સંબંધમાં શ્રી મનુસિંહાચાર્યજીના પ્રસન્નગંભીર ગ્રંથોથી થઈ શકે છે એટલું જ કહેવાનું તાત્પર્ય છે.
(૭) શાક્ત આચારશાક્તસંપ્રદાયના આચારે તથા ભક્તિને પ્રચાર શિષ્ટરીતિથી નાગરામાં મૂળથીજ પેઠેલો જણાય છે. નાગર માત્રના કુલદેવ હાટકેશ્વર અને કુલદેવી અંબિકા ગણાયાં છે. જૂનાગઢના દિવાન રણછોડજીએ ચંડીપાઠના ગરબા લખ્યા છે, અને કાઠીઆવાડની
ક (જુઓ સિદ્ધાન્તસિંધુ પ્રથમ રન પૃ. ૧૧૯. ૧૨૦.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com