________________
૧૪૧
ત્રીજું કારણ સમર્થનમાં એવું છે કે સહજાનંદનાથની મનોરમા ટીકા ઘણું જૂની છે. તે ટીકાને ઉલ્લેખ કૈવલ્યાશ્રમ પિતાની ટીકામાં કરે છે, અને લક્ષ્મીધર (ઈ. સ. ૧૫૦૪૩૨) પણ કરે છે. આ સહજાનંદનાથ સચ્ચિદાનંદનાથના શિષ્ય છે, અને સચ્ચિદાનંદનાથ શ્રગેરી મઠની ગુરુપરંપરામાં આવે છે. સહજાનંદનાથ ગુરુપારંપર્યથી વિદ્યા પ્રાપ્ત થવાને ઉલ્લેખ કરે છે, અને તેમાં શંકરાચાર્ય આદિ ગુરુસ્થાને જણાવે છે. (૬) સર્વત્ર સ્વતંત્ર શ્રીમન્નુસિંહાચાર્ય
(ઈ. ૧૮૫૮–૧૮૯૭). ગુજરાતના વિશુદ્ધ ધર્મપ્રવર્તકેમાં શ્રીમન્નસિંહાચાર્યજીનું સ્થાન ઘણું ઉચું છે. શ્રેય સાધક અધિકારી વર્ગની સ્થાપના થયા પછી આ દિવ્ય મહાપુરુષે પિતાના તાત્વિક નિશ્ચયે સિદ્ધાન્તસિંધુ, ભામિની ભૂષણ, પંચવરદત્તાન્ત, ત્રિભુવન વિજયી ખાષ્ય, સુરેશચરિત્ર, સતીસુવર્ણ, સન્મિત્ર પ્રતિ પ ઇત્યાદિ અનેક પ્રકારના સાહિત્યમાં સ્પષ્ટ કર્યા છે, અને તે ઉપરાંત વેદાન્તશાસ્ત્રનું સાધનાશાસ્ત્ર કહીએ તો ચાલે તેવા મંત્રશાસ્ત્રના અગમ્ય સિદ્ધાન્તની સ્પષ્ટતા તેઓશ્રીએ અધિકારી સાધકે આગળ પ્રવચન વડે અને આચાર વડે સિદ્ધ કરી છે. તેમના વિપુલ સાહિત્યનું અવલોકન કરનારને નીચેના મુદ્દા સામાન્યવેદાન્ત પ્રક્રિયા કરતાં વિલક્ષણ સાધનશ્રેણના સ્થાપક જણાયા વિના નહિ રહે
(૧) વ્યવહાર અને પરમાર્થ ધર્મમાં દાંપત્યોગ અત્યન્ત મહત્વને છે, અને શુદ્ધ ગૃહસ્થાશ્રમની કસોટીમાં જેઓ પાર ઉતર્યા નથી તેમને ત્યાગધર્મને અધિકાર નથી એટલું જ નહિ પણ એવા ત્યાગીઓ આ વિશ્વમાં ભારભૂત અને અનર્થ કરનારા છે.
(૨) સ્ત્રી જાતિની નિંદા ધર્મના રહસ્યથી વિમુખ રાખનારી છે, અને જ્ઞાનપ્રતિબંધક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com