________________
૧૪૦
મીઠુએ ભાષાન્તરમાં ગાત્રોને અનુકમ બદલી પહેલી પંક્તિમાં મૂલની ત્રીજીના પૂર્વાર્ધને ભાવ, બીજીમાં મૂલની ત્રીજીના ઉત્તરાર્ધન ભાવ આ છે, અને છેલ્લીમાં કહ્યું અને અરુણની વિરાધ છાયા લાવી શકયા નથી. કવિ બાલનું ભાષાન્તર ભૂલને સારી રીતે અનુસરે છે, પરંતુ “મંદહસિત” શબ્દ મૂલનો લેપ પમાડે છે.
મૂલ ગ્રંથ સર્વશ વિવરણ સાથે મીઠના અને કવિ બાલના ભાષાન્તર સાથે પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. શાકત સંપ્રદાયના શુદ્ધ સામયિક સાહિત્યરૂપે સિન્દર્યલહરી એક અપૂર્વ ગ્રંથ છે.
મૂલ ગ્રંથ શંકરાચાર્યને છે કે અન્ય કોઈ દ્રવિડ કવિને છે, એ બાબત માટે વિવાદ સંસ્કૃતજ્ઞ પંડિતમાં ચાલેલો છે. પરંતુ ઉપર લખેલા ઘણું ટીકાકારે શંકરાચાર્યની જ તે કૃતિ છે એમ કહે છે. વિશેષ પુરાવો રાજશેખર કવિ(ઈ. સ. ૯૦૦)ની એક ઉક્તિ સૂક્તિમુક્તાવલિ( જલ્પણ કવિની તેરમા સૈકાની કૃતિ )માં નીચે પ્રમાણે છે, તેમાંથી મળી આવે છે –
स्थिता माध्वीकपाकत्वान्निसर्गमधुरापि हि किमपि स्वदते वाणी केषांचिद् यदि शांकरी॥
આ શ્લોકમાં જે શબ્દ ઉપર શ્લેષ છે. શંકરની વાણું સ્વભાવથી મધુર છતાં તેમાં મીઠી મદિરા જેવો મોહ રહી જાય છે. આ મુગ્ધ કરનારી શાંકરી વાણું કંઈ પ્રસ્થાનત્રયના ભાષ્યની નથી, પરંતુ તેમનાં આ સન્દર્યલહરી વિગરે રહસ્યસ્તોત્રાની છે.
બીજું કારણ શંકરાચાર્યની કૃતિના સમર્થનમાં એવું છે કે કુમળોચ ગ્રંથ ગાડપાદને ઉપલબ્ધ થયો છે. તે કેનું વિસ્તૃત સ્વરૂપ સિન્દર્યલહરીમાં છે. પરમગુરુની કૃતિ શંકરાચાર્યે વિસ્તૃત કરી હોય, એ સ્વાભાવિક છે. ગાડપાદ વિલાના ઉપાસક હતા, એ નિર્વિવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com