________________
લઢાઈમાં હાથે શકિવચ બાંધી લડ્યા છે. દેવી માહામ્યના અનુવાદ કરનારા કવિ પ્રેમાનંદ પછી ઘણું થયા છે.
નવરાત્રિના પ્રસંગે કુંભસ્થાપના, ગરબાની પ્રતિષ્ઠા જવારા વાવવા, સંઘના પ્રસંગે અંબાજીમાં નિયમિત જવું, ત્યાં ભવાઈ વિગેરે કરવી વિગેરે અનેક આચારે નાગરામાં વિદ્યમાન છે જે કે ક્રમ પૂર્વક તે ઘસાતા ચાલ્યા છે. સ્વર્ગસ્થ ભેળાનાથભાઈ પ્રાર્થનાસમાજના એકેશ્વરવાદી થયા તે પૂર્વે શિવશક્તિની મૂર્તિના પરમભક્ત હતા. અમદાવાદના વડનગરા નાગર બ્રાહ્મણ બાલાજી ભગવાનજી દવેએ અંબિકા કાવ્ય તથા અંબિકેન્દુશેખર કાવ્ય છપાવેલું છે. તેમાંથી ઘણું જૂના ગરબાઓ મળી શકે એમ છે. સાઠોદરા નાગર જ્ઞાતિના ગરબાઓના સંગ્રહમાં ઘણું ગરબા માતાજીને લગતા મળે છે. નાગરેનાં કેટલાંક નડીઆદ, અમદાવાદ, વિગેરે સ્થાનનાં કુટુંબમાં દશ મહાવિદ્યા પૈકી કઈ કઈ વિદ્યાની પરંપરાગત ઉપાસના ચાલતી આવેલી હોય છે. તેમાં બાલા ત્રિપુરા, શ્રી વિવા, બગલામુખી વિગેરે વિદ્યાઓનાં યંત્રો તથા પટલો પણ મળી આવે છે.
અંબાજીમાં નાગને પૂજામાં પ્રથમ હક અને નૈવેદ્ય ધરાવવામાં અગ્રભાગ સુપ્રસિદ્ધ છે.
તેવી રીતે રાયકવાળ બ્રાહ્મણેમાં લલિતા દેવી, શ્રીગઢમાં, શ્રીમાળીમાં લક્ષ્મી દેવી વિગેરે જ્ઞાતિદેવીઓનાં પૂજન અર્ચન ચાલ્યાં કરે છે. ભાલણ કવિ પણ શાક્ત હતા અને બાલાના ઉપાસક હતા એમ જણાય છે.
પરંતુ આ સર્વ શાક્ત આચારોની પીઠમાં રહેલા શાક્તસંપ્રદાયના સિદ્ધાંતેના મર્મ તંત્રશાસ્ત્રના અજ્ઞાનને લીધે ભૂસાઈ ગયા છે, અને તે તે આચારેને પાળનાર ભક્તજનેને તે તે દેવીના મંત્ર, યંત્ર, પટલ વિગેરે બાબત પૂછવામાં આવે છે તે તેનું સરહસ્ય પ્રતિપાદન કરી શકતા જણાતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com