________________
૧૩૬
એમ કહેવામાં આવે છે કે સુંદરીની અથવા શ્રીની વિદ્યાનું રહસ્ય ઉત્તરાપથમાં શંકરાચાર્યને પ્રાપ્ત થયું હતું, અને કૈલાસ પર્વત આગળથી સદાશિવના પાંચ આમ્નાયને સૂચવનારાં વેગલિંગ, ભેગલિંગ, વલિંગ, મુકિતલિંગ, મેક્ષલિંગ નામનાં પાંચ પ્રતીકે, અને શ્રીનું ચક્ર તથા તેને લગતા પંચદશાક્ષરી મંત્ર તેમણે મેળવ્યો હતે. કૌલામતની અપધર્મવાળી શાકતપ્રક્રિયાનો ત્યાગ કરાવી, શાક્તસંપ્રદાયની પ્રાચીન સામાયિકમતની ઉપાસનાનું તેમણે પુનઃસ્થાપન કર્યું હતું અને આ ઉપાસનાના સાધન તરીકે “સૌન્દર્યલહરી” નામનું રહસ્યસ્તોત્ર તેમણે રચ્યું હતું.
સૌન્દર્યલહરી ગ્રંથ ૧૦૦ શિખરિણીવ્રતમાં રચાયેલો છે. કેટલાક પાઠમાં ૧૦૩ સુધીના લોકે છે. મૂલગ્રંથ ઉપર લગભગ ૩૨ ટીકાઓ છે. તેમાં ઘણુંખરી હજુ મુદ્રિત થયેલી નથી. મુખ્ય ટીકાઓમાં ૧ સહજાનંદની અનેરમા, ૨ અપ્પદીક્ષિતની ટીકા, ૩ વિષ્ણુપક્ષી, ૪ કવિરાજશર્મની ટીકા, ૫ કૃષ્ણચાર્યની મંજુભાષિણે, ૬ કેવલ્યશર્માની સૌભાગ્યવર્ધિની, ૭ કેશવભટ્ટની ટીકા, ૮ ગંગાહરિની તવદીપિકા, ૯ ગંગાધરની ટીકા, ૧૦ ગેપીરમણનું તર્કપ્રવચન, ૧૧ ગરીકાન્ત સાર્વભામ ભટ્ટાચાર્યની ટીકા, ૧૨ જગદીશ ટીકા, ૧૩ જગન્નાથ પંચાનનની ટીકા, ૧૪ નરસિંહની દેવી તથા વિષ્ણુપર ટીકા, ૧૫ બ્રહ્માનંદને ભાવાર્થદીપ, ૧૬ મલભટ્ટની ટીકા, ૧૭ મહાદેવ વિદ્યાવાગીશની ટીકા, ૧૮ માધવ વૈદ્યની ટીકા, ૧૯ રામચંદ્રની ટીકા, ૨૦ રામાનંદતીર્થંકૃતા ટીકા, ૨૧ લક્ષ્મીધરકૃતા લક્ષ્મીધરા ટીકા, ૨૨ વિશ્વભર ટીકા, ૨૩ શ્રીકંઠભદકુતા ટીકા, ૨૪ રામસૂરિકૃતા ટીકા, ૨૫ ડિડિમ ટીકા, ૨૬ રામચંદ્રમિશ્રકૃતા ટીકા, ૨૭ અય્યતાનંદકૃતા ટીકા, ૨૮ સદાશિવકૃતા ટીકા, ૨૯ શ્રીરંગદાસકૃતા ટીકા, ૩૦ ગોવિંદતકવાગીશકતા ટીકા, ૩૧ પ્રવરસોનની સુધાવિદ્યોતિની, ૩૨ પ્રાગ પતિ સહિત મંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com