________________
૧૪
શાતો શ્રી વલ્લભાચાય સાથે કંઈક અંશે મળતા છે. જો દેવતાનું નામ શિવને બદલે વાસુદેવ અથવા વિષ્ણુ માનવામાં આવે, અને શક્તિને બદલે શ્રી કૃષ્ણ માનવામાં આવે તા સિદ્ધાન્તમાં માટે ભેદ રહેતા નથી, માત્ર આચારમાં, અને સાધનમાં ભેદ રહે છે. જે દેવતાવાદી છે, અને તત્ત્વવાદી નથી તેમના મેાક્ષનું સ્વરૂપ સાયુજ્ય શિવાય ખીજું હાવું સંભવતું નથી. ઉપાસ્યઉપાસકના છેવટના પ્રતીતિરૂપ ભેદ સાયુજ્ય વિના ટકી શકતા નથી; કૈવલ અભેદ ઉપર ઉપાસના અથવા ભક્તિ બંધાતી નથી. આ કારણથી બૌદ્ધ રાજા અશાકના રાજ્યસમય પછી મહાક્ષત્રપ ચસ્તનું રાજ્ય સૌરાષ્ટ્રમાં થયું, ત્યારથી શવ–શાક્ત મતનું ખુલવાન આંદોલન તે ભૂમિમાં પેઠુ જણાય છે. દામા ( ઇ. સ. ૧૩૦-૧૫૦ ) પરમ શૈવ હતા. જૂનાગઢના લેખ (Ep. India VIII. P. P. 39–40) આ શેવ રાજાતી શાસનમર્યાદાનું ભાન કરાવે છે. અકરાવતી (માળવા) અનુપ (નદાના ઉપરના પ્રદેશ), સૌરાષ્ટ્ર (હાલનું કાઠીઆવાડ), બ્ર (સાબરમતીના કાંઠાના પ્રદેશ), મરુ ( મારવાડ ), કચ્છ, સિંધ-સૌવીર ( સિધ પ્રાંત અને મૂલવાન પ્રદેશ ), કુકકુર (જપુતાનાના પૂર્વ ભાગ ), અપરાન્ત (ઉત્તર કાકણ), અને નિશાદ ( વિધ્યાચળને પ્રદેશ ) આ શૈવ રાજાના શાસનમાં હતા. આ મર્યાદામાં હાલની મુંબાઇ ઇલાકાની મહારાષ્ટ્ર અને કર્ણાટકના જીલ્લાઓ બાદ કરતાં રહે તે સરહદ, તથા કચ્છ, કાઠીઆવાડ, રેવાકાંઠા, મહીકાંઠા, વિગેરે દેશી રાજ્યા અને એસીના મુલક સમાઈ જાય છે, અને તે ઉપરાંત મધ્ય હિંદ એજ’સીના ભાગ પણ તેમાં આવી જાય છે. ઈરાન, અરબસ્થાન, પૂર્વ આફ્રિકા, મીસર અથવા જીસ, અને મધ્ય સમુદ્ર સાથે આ શૈવ રાજાના રાજ્યને વેપારસ બંધ હતા; અને ઉજ્જયનીમાં રાજધાની હતી, ત્યારે પશ્ચિમનાં સમુદ્ર પારનાં રાજ્યાના એલચીએ અન્ન આવતા હતા; અને હિન્દુસ્થાનના આ પશ્ચિમ વિભાગના રાજાના એલચી તે પરપ્રદેશમાં પણ જતા હતા. ટાલેમી (Pto
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com