________________
૧૨૮
(૫) કવિ બાલ (ઇ. સ. ૧૮૫૮–૧૮૯૮૦)
ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ બાળાશંકરનું સ્થાન જેટલું કવિ તરીકે છે તેટલું જ શાક્તસાહિત્યના રહસ્યના પ્રસશક તરીકે છે. સામાન્ય મનુષ્યો તેમની કૃતિઓમાં મસ્ત શૃંગાર જ જુએ છે. પરંતુ તેનાં ઘણાં કાવ્યોમાં ભગવતી પ્રતિની સુકીમતની ભાવના એટલી તે ઉભય તરી આવે છે કે તેનાં કાવ્યને શૃંગારી કાવ્ય કહેવાં, કે ભક્તિકાવ્ય કહેવાં-એ નિર્ણય કરવો તે સહેલું કામ નથી. તો પણ કેટલાંક કાવ્યો તે એવાં સ્પષ્ટ છે કે જેમાં ભક્તિભાવ વિના, બીજા કેઈ ભાવના આ૫ આપણે કરી શકીએ નહિ. ઉદાહરણ તરીકે “હરિપ્રેમપંચદશી.” આ ઉંડી ભક્તિની છાયાના પ્રવેશનાં કારણે તેમના જીવનમાંથી મળી આવે છે.
કવિ બાલનો જન્મ ઈ. સ. ૧૮૫૮ માં એક વિદ્વાન અને ધનવાન પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઉલ્લાસરામ અજુનલાલ ફારસી અરબ્બી જાણનાર, તથા સંસ્કૃતના સામાન્ય જ્ઞાનવાળા હતા, અને તે સાથે પરમ શિવ-શક્તિના ઉપાસક હતા. તેઓ ફર્સ્ટગ્રેડના મામલતદાર થઈ ઈ. સ. ૧૮૮૧-૮૨માં પેન્શન લઈ નિવૃત્તિમાં ધર્માભ્યાસ કરતા હતા. કવિ બાલને ૧૮૬૩–૧૮૭૯ સુધીને સમય સામાન્ય હાઈસ્કૂલના અભ્યાસમાં ગયો હતો. સેળમાં વર્ષમાં મેટ્રીક થયા પછી કેલેજમાં F. E. A. પરીક્ષાને અભ્યાસ કરવા તેઓ અમદાવાદમાં રહેલા હતા. તેમણે કાવ્યશાસ્ત્રનું તથા સંગીતનું સારું જ્ઞાન સંપાદન કર્યું હતું. કવિતા કરવા અને કરાવવાને છંદ તેમને બાળપણથી હતા. તેમને જન્મ બાળાત્રિપુરાની
* આ સંબંધમાં જુઓ નર્મદાશંકર દેવશંકરનું ભાષણ, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી આગળનું “ કવિ બાલ: તેમનું જીવન અને સાહિત્યસેવા ”—એ વિષય ઉપર ભાષણ (વસંત વર્ષ ૨, અંક ૫, સંવત ૧૯૮૪). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com