________________
૧૩૨
જાતમાહિતી છે.
સૌન્દર્યલહરીને મૂલ ગ્રંથ તે શ્રી વિદ્યાના મંત્રની સારસ્તુતિ છે. શિવની સચ્ચિદાનંદમયી પર શક્તિની ઉપાસના વિના મંત્રાથી અને શ્રીગુસ્ટના મંત્રાથી થાય છે. તેમાં શ્રીકુલની વિદ્યાને
શ્રીવિદ્યા” કહે છે. આ વિદ્યાની અધિષ્ઠાત્રી શક્તિને શ્રી એવી સંજ્ઞા આપવામાં આવે છે. આ શ્રીનું બીજું નામ “સુભગા અથવા “સુંદરી” છે. અથર્વવેદના સુભગાને લગતા કાને સૌભાગ્યકાણ કહે છે, અને સુંદરીને લગતાં ઘણાં ઉપનિષદો છે. આણકેતુક ચયનને ભાગ તૈત્તિરીય આરણ્યકમાં આવે છે, અને આપણું પિંડમાં શિવશક્તિનું પરમ રહસ્ય સામરસ્ય વડે ઉઘડી શકે છે, એવું ભાન અરુણેપનિષમાં કરાવવામાં આવ્યું છે. તે ઉપનિષદમાં નીચેના ગૂઢ ભાવનાં વાકયે છે –
ખરેખર, આ ભુવન (શરીર) શોધવા લાયક છે. ઇન્દ્ર અને વિશ્વદેવેએ તેને શેધી જોયું છે. આદિત્ય અને ઇન્દ્ર આ દેહમાં યજ્ઞ સાથે છે, પિતાનું અધું અંગ-પનીરૂપે-પ્રાપ્ત કર્યું છે; અને નવી પ્રજાને પ્રકટાવી છે. આદિત્ય, ઈન્દ્ર, મરુત અને તેમના પરિવાર દેવતાઓ અમારાં આ પૃથક પડેલાં શરીરનું (પતિ-પત્નીનાં) રક્ષણ કરે, તેમનું જલ વડે શોધન કરે, તેજ વડે તેમને ઢાંકી દે, તેમાંથી સપિંડીભાવ વડે નવા અંડે ઉત્પન્ન કરે. દુઃખના સ્પર્શ વિનાના અને સુખના પ્રકટ કરનારા નૂતન શરીરમાં અમારી પુરી તરીકે અમને અધ્યક્ષરૂપે સ્થાપે. આ દિવ્યપુરીના ઘટક અંશે સ્વયંભૂ પ્રજાપતિનાં કિરણ(મરીચિ) માંથી પ્રાપ્ત થાઓ, અને વનિનાં ૧૦૮ કિરણો, રવિનાં ૧૧૬ કિરણે, અને ચંદ્રમાનાં ૧૩૬
* આ લેખક સ્વર્ગસ્થ કવિ બાલનાં ભાણેજ છે, અને અરાઢ વર્ષ સુધી તેમના કુટુંબમાં જ નડીઆદમાં કુટુંબીજન તરીકે ઉછરેલા
છે, તેથી આ વાકય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com