________________
૧૨૭
કોઈ વિલક્ષણ દેવ જેમ પ્રેરે છે તેમ હું કાર્ય કરું છું.” (જુઓ मीठुविरचिता विनतिः)
આ ઉપરથી સમજાય છે કે આ પુરુષ સર્વતંત્રસ્વતંત્ર શાકત વિચારક છે, અને નિર્જેન્ત પ્રવૃત્તિ કરનાર છે. તેને દેહ સંવત ૧૮૪૭ અથવા ઈ. સ. ૧૭૯૧ માં પડયો હતો.
(૪) બાઈ જનીક (મીઠુંની શિષ્યા.) તેના અનુયાયી ભકતમાં જનબાઈ નામની રસિક કવયિત્રી થઈ ગઈ છે. મીઠના જીવનસમયે તે કદાચ દીક્ષિત થઈ હશે, પરંતુ તેને આંતર બંધ ગુરુના નિર્વાણ પછી થયો જણાય છે. સંવત. ૧૮૪૭ માં ગુરુ મહારાજ શમી ગયા. સંવત ૧૮૫૭ માં ગુએ તે બાઈને દર્શન દીધું. સંવત ૧૮૫૮ માં એ બાઈએ “નવનાયિકા વર્ણન "નું કાવ્ય લખ્યું. સંવત ૧૯૬૦માં એને યુગલ દર્શન થયું; સંવત ૧૮૬૮ માં એને શ્રી બાલાદર્શન થયું; સને ૧૮૬૮ ના પિસ વદ તેરશે તે બાઈ સ્વર્ગવાસ પામી. આટલી સાલવારી જનીના ગ્રંથેમાંથી શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી તારવી શકયા છે.
જનીએ પિતાના ગુરૂને મહિમા ગાયો છે. “નાથજી પ્રાકટય” માં ગુરુને દૈવી જન્મ વર્ણવ્યો છે. જનીને તંત્રશાસ્ત્રની પરિભાષા સમજાયેલી જણાય છે. નિત્યા ષોડશિકાનું સ્વરૂપ તે સમજી હોય એમ જણાય છે; અને શ્રીવિદ્યાનો મર્મ સાંસારિક પંચમકારમાં નથી, પણ ઉંડા અધ્યામભેદવાળો છે એમ તે સમજે છે.
ગુરુ અને શિષ્યાના ગ્રંથે એક તંત્રે પ્રસિદ્ધ થાય તે શાતસંપ્રદાયને પ્રચાર આજથી બસે વર્ષ ઉપર ગુજરાતનાં ગામડાંમાં કે હતો તેને ઉન્નત ખ્યાલ આવે એમ છે.
*જુઓ, “જનીબાઈ (એક પ્રાચીન શાકત કવયિત્રી)"અમદાવાદમાં છઠ્ઠી સાહિત્ય પરિષદ્ રૂબરૂ શ્રી. ડાહ્યાભાઈ પીતાંબરદાસ
દેરાસરીને વંચાયેલ લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com