________________
૧૩૫
છપાવે તે તે વડે તંત્રમાર્ગનું ગુજરાતી સાહિત્ય સારૂં' પ્રકાશમાં આવે એમ છે.
રાસમ`ડળની રચના કરી પૂર્ણ રસિકભાવથી મુક્તમીઠુએ પોતાનું જીવન ગાળ્યું જણાય છે. તેના જમાનામાં સામાન્ય પ્રજાએ તથા પંડિતાએ શ્રી. દયારામના જેવી તેની પણ નિંદા કરી છે. તેના ઉલ્લેખ તેણે પેાતાની ઈષ્ટદેવતાને કરેલી સ ંસ્કૃત વિજ્ઞપ્તિમાં કર્યાં છેઃ—
.
“ હું અધનારીશ્વર ! અનેક સંચિત પ્રારબ્ધ, અને ક્રિયમાણુ ક-પછી શુભ અને અશુભ વનાં થયેલાં-કર્યાં પછી તેના ફૂલને ભાગવવા આ છેવટને જન્મ આ મનુષ્યયેનના મળ્યા છે. આવે શુભ સંયોગ ફરી આવવાના નથી. તેમ છતાં કેટલાક મને કુલમા વામાચારી માને છે. કેટલાક મને અધર્મી શૈવ અને શાકત માને છે; કેટલાક મને કુટિલ વૈષ્ણવ ગણે છે. હું અનારીશ્વર ! તારા રાસરસની દીક્ષાથી જેએ વિમુખ છે તેમનું હું અન્ન સરખું પણુ લેતા નથી.. ઉભું ટીલું અને મધ્યે બિંદુ કરી તિલક કરૂં છું, તેથી કેટલાક મને મિથ્યા વૈષ્ણવ કહે છે. કેટલાક દાક્ષિણાત્ય પંડિતા પુરાણ પાઠ કરૂં છું અને તે વડે વૃત્તિ મારી ચલાવું છું તેથી સામાન્ય બ્રાહ્મણ માને છે; વળી હું શ્રીચક્રમાં હંસની અર્ચના કરૂં છું તેથી હું વામી છું એવું પાકારે છે. આ સંસારમાં અધબુદ્ધિવાળા અનેક કલ્પના
એ મારા સબંધમાં કરી અસત્ય ભાષણના પાપમાં બંધાય છે. મારી નાતજાતના મને મદોન્મત્ત, ધૂત, ભ્રષ્ટ, મલિન, પાખડી, નિય, અનાચારી, અભિમાની એવાં અનેક વિશેષણા લગાડી નિદે છે. પરંતુ
આ મારા પોતાના અધર્મને નાશ કરનારી અને પુણ્યમાગને ઉધાડનારી દુનિંદાને બાજુએ મૂકું, તેા પ્રશંસા પણ ઘણી થાય છે. પરંતુ તે પ્રશ ંસાનું વણુન મને પોતાને લાભદાયક નથી. પરંતુ આ લેકને નીચેના વિચાર પણ કેમ નહિ આવતા હાય ! :—
આ મનુષ્ય એટલે “ મીઠું ” અધમ, મધ્યમ, ઉત્તમ અનેક જન્મે ભાગવી, તેનાં સુખદુ:ખને અનુભવ મેળવી, સારા શુદ્ધ બ્રાહ્મણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com