________________
કુલમાં જન્મે છે; જાતેટયાદિ સઘળા શ્રાતઃસ્માર્ત સંસ્કારોથી સંસ્કૃત થયેલ છે; પિતાની શાખાના વેદ તથા વેદાન્તાગમ, તથા સ્મૃતિ વગેરે શાસ્ત્રનું તેણે થોડું ઘણું અધ્યયન પણ કર્યું છે, કંઈક ધ્યાનાદિ પણ કરે છે; આવી સંપત્તિવાળા મનુષ્ય પ્રારબ્ધને અધિન થઈ પિતાનું ધારેલું નિર્મલ પદ મેળવવા જે મથે છે તે એકદમ કુમાર્ગે શી રીતે જતો હશે? કદાચ બલવત્તર પ્રારબ્ધથી અયોગ્ય માર્ગે તેનું વલણ થશે તો પણ પ્રારબ્ધને જ તેમણે દોષ દેવો ઘટે છે. આથી લકોની આ નિંદા મને તે આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. મારા મનમાં શંકરાચાર્યની ઉકિત યાદ આવે છે –
स्वैरं प्रशंसन्तु निन्दन्तु सन्तो यथेच्छ ततो मे न तोषो विषादः जनाराधनार्थ मया न प्रवृत्तं
स्वतः किन्तु धीप्रेरकप्रेरणातः। મને સારા નઠારા યથેચ્છ સ્તુતિ કરે અથવા નિદે, તેથી મને હર્ષે નથી, તેમ શાક પણ થતો નથી. કારણ કે લોકની આરાધના કરવા મેં પ્રવૃત્તિ આદરી નથી, પરંતુ બુદ્ધિપ્રેરક પરમાત્માની પ્રેરણુંનુસાર પ્રવૃત્તિ સેવી છે. શિવ પણ એક સ્થળે કહે છે કે
निन्दन्तु बांधवाः सर्वे, त्यजन्तु स्त्रीसुतादयः जना हसन्तु मां दृष्ट्वा, राजानो दण्डयन्तु वा ॥ सेवे सेवे पुन: सेवे त्वामेव परदेवताम् त्वत्पदं नैव मुश्चामि मनोवाक्कायकर्मभिः ॥ केनापि देवेन हृदि स्थितेन
यथानियुक्तोऽस्मि तथा करोमि ॥
મને બધુજને સર્વ ભલે નિંદે; સ્ત્રીપુત્રો મને ભલે ત્યાગ કરે; લોકો મને જોઈ ભલે હસ; રાજાઓ મને ભલે દડો. તે પણ હું તો હે પરદેવતા! તારી સેવા કર્મો જ કરીશ. મારા હૃદયમાં રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com