________________
૧૧૭
ત્રિપુરાની ઉપાસના વડે નિર્ધન અવસ્થામાંથી સધન અવસ્થામાં આણ્યાનાં આખ્યાને સંભળાય છે. શ્રી યદુરામકૃત શક્તિભક્તિરસપદમાળામાં “વૈલોચનનો પરચે” નામની ગરબી છે, તેમાં આ આખ્યાન ગુંચ્યું છે. વલ્લભભટ્ટ ૧૧૧ વર્ષનું દીર્ધાયુષ્ય ભોગવી ઈ. સ. ૧૭૫૧ માં શક્તિસ્વરૂપમાં શમી ગયા હતા.
વલ્લભ ભટ્ટમાં શક્તિના સંબંધની ભાવના સ્થૂલ રૂ૫ની ન હતી, પરંતુ સૂક્ષ્મ રૂપની હતી. વૈલોચને વલ્લભ ભટ્ટને પ્રત્યક્ષ દેવીનું સ્થાનક નહિ છતાં સ્તુતિ કરતા જોઈ પ્રશ્ન પૂછે તેના ઉત્તરમાં ભટ્ટજીએ કહ્યું કે –
“પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદર, ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગરવે, અભિષેક જળતત્ત્વ, ચિતિ શક્તિ સચરાચર, મા ! તુજ અકળ મહત્વ, વ્યાપક કહી સુરમુનિવર.”
આ ઉત્તર વલ્લભ ભટ્ટની શક્તિ સ્વરૂપની ઉંડી સમજણની ખાત્રી આપે છે.
વલ્લભ ભટ્ટના અનેક ગરબાઓમાં “ આનંદનો ગરબો " શક્તિના સ્વરૂપનું સત્ય રહસ્ય સમજાવનાર છે. એ ગરબાની પ્રત્યેક પંક્તિમાં ભક્તિના શુદ્ધ આવેશ વડે વિશેષ કાવ્યચમત્કાર આવ્યો જણાય છે. નીચેની કડીઓ ભાવની ઉંડાઈ અને શબ્દના લાલિત્યને સ્પષ્ટ પ્રકટ કરનારી છે –
“ જ્યાં જ્યાં જગતી જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા, સમવિત ભ્રમવિત ખાઈ, કહી ન શકું કેવી મા. ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની મા, આદ્ય મધ્ય અવસાન, આકાશે અવની મા. તિમિરહરણ શશિ સૂર, તે તારે છે કે મા,
અમિ અગ્નિ ભરપૂર, થઈ પોખ શેખે મા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com