________________
૧૨૨
નામ તે આપે છે. તેમની અવટંક શુકલ હતી. તેના પિતાનું નામ કૃપારામ હતું. માતાનું નામ કદાચ “મણિ” હશે. કૃપારામના પૂર્વજો વીરેશ, કૃષ્ણદાસ, અને હરજી જણાય છે. તેણે બાલ્યાવસ્થામાં યપવીત મેળવ્યા પછી સારે વિદ્યાભ્યાસ કર્યો જણાય છે. તેનાં પત્નીનું નામ લલિતા જણાય છે. તેમને સંસાર સુખી હતા. પ્રજાની જાળ વધી હતી. વિશેષ વિદ્યાભ્યાસ અર્થે તે વિંધ્યાટવીમાં ગયા જણાય છે, અને ત્યાં અષ્ટભુજા દેવીની આરાધના કરી શ્રીનાથવિદ્યા એટલે શ્રીચક્રની યામલ વિદ્યા પ્રાપ્ત કરી જણાય છે. શક જાતિને તે પ્રતિગ્રહ કરનાર ન હતું. તેના પિતાના કહેવા પ્રમાણે તેણે ચારે વેદ અને તેના ભાગે વિચાર્યા હતાં, ઉપનિષદનું અધ્યયન કરી બ્રહ્મામેયની સમજણ મેળવવા તેણે યત્ન કર્યો હતે; એસેઠ તંત્રે તેણે જેયાં હતાં; આઠ અર્ણવ ગ્રંથ જોયા હતાયામલગ્રંથો પણ અવલોક્યા હતા; કર્મકાંડના નિયમ શ્રાદ્ધાદિના સારી રીતે તે જાણતો હતો; શાંભવ તંત્રનો અભ્યાસ કર્યો હત; કર્મમીમાંસાનું શાબરભાષ્ય તે શીખ્યો હતો; સિદ્ધિસાધનના અનેક ઉપાયો જેવા કે સ્મશાનમાં શબસાધન વિગેરે તેણે કરી જેમાં હતાં, પરંતુ વેદાધ્યયન વડે પ્રપંચનું જ્ઞાન વધ્યું, પણ નિપ્રપંચપદ મળ્યું નહિ; ઉપનિષદ વડે બ્રહ્માત્મક્ય વિચાર્યું. પણ ચિત્તમાં નિર્મલ વસ્તુને પ્રકાશ થયો નહિ; અર્ણવ અને યામલ વડે અંદરનો રજોગુણ વચ્ચે પણ ઘટ નહિ; કર્મકાંડ વડે “માગવાને મમ” ઉઘડ્યો પણ ચિત્તનું શોધન થયું નહિ; સિદ્ધિસાધન વડે વધારે બ્રાનિત થવા લાગી, પરંતુ સિદ્ધિ મળી નહિ–આ બધી અરઢ વિદ્યાઓ અને ઉપવિદ્યાઓ વડે ધૂર્તોને ઠગવાના માર્ગ ઉઘડયા છે એવું એને સમજાયું. છેવટે સંગીતશાસ્ત્રમાં નિપુણતા મેળવી અને મનોલય કરવામાં સંગીત જેવું બીજું કઈ શાસ્ત્ર તેને જડયું નહિઃ
“ શામ સદા સંગીત એક સાચું, યાયું યાચક જોઈ રે,
જેહ શણ દેહમાં રસ જામે, ધ કળે નહિ કઈમાં; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com