________________
૧૨૦ (૩) મીઠું (ઇ. સ. ૧૭૭૮-૧૯૯૧)
સામરસ્યવાદી તાંત્રિક શાક્ત સંપ્રદાયનું ગુજરાતી ભાષાનું, પ્રકટ થયેલા સાહિત્ય ઉપરાંત, બીજું ઘણું અપ્રકટ સાહિત્ય છે. વલ્લભ ભટ્ટનું સાહિત્ય દેવી ભક્તિનું સુપ્રસિદ્ધ છે, પરંતુ તંત્રમાર્ગ અને કાવ્યમાર્ગનું મિશ્ર સાહિત્ય હજુ અણખેડાયેલું બહુ છે. શાક્ત સંપ્રદાયને કાવ્યાલંકાર તથા સંગીતાદિ લલિત કળાઓ સાથે ઘણે ગાઢ સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે હિંદુ ધર્મના શૈવ, વૈષ્ણવ, ગાણુપત્ય, સૌર વિગેરે સંપ્રદાયમાં સંસારી જીવન પ્રતિ વૈરાગ્ય અને ઉપેક્ષા અધિક છે, અને સ્ત્રી જાતિ પ્રતિ જાણે અણગમો હોય એવો ભાસ રહેલો છે. આ સર્વ સંપ્રદાયમાં વૈરાગ્ય અને ત્યાગ ઉપર અધિક ભાર મૂકવામાં આવ્યો છે. આથી ઉલટું શાક્ત સંપ્રદાયમાં સ્ત્રી જાતિ પ્રતિ અદ્ભુત રીતે કમળ દૃષ્ટિ છે. સ્ત્રીને ધર્મસિદ્ધિમાં વિનરૂપ માનવામાં આવતી નથી, પરંતુ પરમ સહાયક માનવામાં આવે છે. સ્ત્રીના વિવાહ સંબંધ વડે અથવા શુદ્ધ પ્રેમ વડે પુરુષનું પશત્વ ટળે છે, અને તે મેક્ષમાર્ગને અધિકારી બને છે. તેવી જ રીતે સ્ત્રી પણ પુરુષના શુદ્ધ સંબંધથી પવિત્ર બની મોક્ષભાગિની થાય છે. સિદ્ધાન્તમાં શાક્ત સંપ્રદાય અkત દર્શનને સ્વીકારે છે, તોપણ દૈતને તે તદ્દન મિથ્યા માનનાર નથી. શક્તિવાદનું
અદંત માયાવાદના અદ્દત કરતાં ભક્તિપોષક વધારે છે, કારણ કે આ વિશ્વને ભેદ, અને જીવ-શિવને ભેદ કેવલ વધ્યાપુત્ર જે મિથ્યા નથી, પરંતુ અદ્વૈતાનુભવ થતાં સુધી સાચે છે. જેમ પ્રકાશ અને છાયાને છૂટા ન પડે તેવો સંબંધ છે, તેવો શિવ અને શક્તિને અવિભકત સંબંધ છે. આ નિત્યસિદ્ધ સામરસ્યને સંબંધ સંસારી દશામાં છવામાં છાયા રૂપે ઉતરી આવે છે, અને તે છાયાના આશ્રય વડે મૂલ પ્રકાશને સંબંધ લોપ પામેલો પુનઃ પ્રત્યભિજ્ઞા
એટલે ઓળખ વડે ઉઘડે છે. આવા શિવશક્તિના સમરસવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com