________________
૧૧૬
સુદ આઠમે એટલે દુર્ગાષ્ટમીએ થયો હતો. અમદાવાદનાં ચોવીસ પરાં પિકી નવાપુરામાં તેમનાં પિતા હરિભજી રહેતા હતા. હભિટ્ટજીનાં પત્નીનું નામ ફુલકેર હતું. હરિભટ્ટ સામવેદી કૌથુમી શાખાના, ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા. હરિભટ્ટજીના બે પુત્રો મૂળજી અને માધવજી ઉછાંછળા અને મસ્તીખોર નીવડવાથી માબાપને ઘણો અસંતેષ રહેતો. સારી સુપાત્ર પ્રજાની વાસનાવાળાં કુલકરને તે વાસના દેવીભક્તિથી પૂર્ણ થઈ, અને તેમને બે પુત્રોનું જોડકું પ્રાપ્ત થયું. એકનું નામ વલ્લભ, અને બીજાનું નામ ઘેળા. બંને યુગલ પુત્રો હોવાથી વલ્લભધાળા સંજ્ઞા પ્રચલિત થઈ હતી. પાંચ વર્ષે જનોઈ દીધા પછી પરમાનંદ સ્વરૂપ નામે બ્રહ્મચારી પાસે ભણવા મૂક્યા, પણ બ્રહ્મચારીએ તેમને ઠાઠ ગણું કાઢી મૂક્યા. કદષ્ટિથી અક્ષશત્રુ હતા, પરંતુ નવાર્ણ મંત્રની પ્રાપ્તિ કરી શ્રદ્ધાભક્તિથી તે મંત્રનો જપ કરતા હતા. એમ કહેવામાં આવે છે કે પાંચ વર્ષ પાંચ માસ અને પચ્ચીસ દિવસે મંત્રસિદ્ધિ થઈ, અને ભગવતીના બાળા સ્વરૂપની ઝાંખી થતાં વલ્લભ ભટ્ટને શીઘ્ર કવિત્વ રૂ. ત્યાર પછી આનંદનો ગરબે, આરાસુરનો ગરબો, કલિકાલને ગરબો, વિગેરે અનેક ગરબા, ગરબીઓ વલ્લભે લખી છે. આ કવિત્વની ફુર્તિ વલ્લભને ૧૩ મા વર્ષમાં થઈ હતી.
વલ્લભ ભટ્ટ વડનગરમાં પરણ્યા હતા. તેમને ચાર સંતાન હતાં, પરંતુ તે સર્વ તેમની થાતીમાં ગુજરી ગયાં હતાં. તેમણે માવજીવ બાલા બહુચરાજીની ભક્તિ કરી છે, અને જ્યાં બહુચરાજીની સ્થાપના વલ્લભ ભટ્ટને હાથે થઈ છે ત્યાં ત્યાં સુખ સંપત્તિ થયાના પ્રસંગે જાણવામાં આવ્યા છે. વલ્લભ ભટ્ટ દેવીભક્ત હતા, તો પણ તેઓ દક્ષિણાચારી હતા, પરંતુ તે સમયના લેકેએ તેમને કૌલમતના. એટલે વામાચારી ગણ નિંદા કરવા પ્રયાને કર્યા હતા, પરંતુ છેવટે તેમની શુદ્ધ દક્ષિણ માર્ગની ભક્તિ સાબીત થઈ છે, અને નિંદાની વાદળી દૂર થઈ ગઈ છે. વિલોચન નામના નાગર વાણુઆને બાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com