________________
૧૧૫
જે કોઈ ગાએ શીખેને સાંભળે, તેના મનની પૂરજે મા આશ રે, શક્તિ માગું તમારી ભક્તિને, એમ જાચે ભવાની દાસ રે,
અંબા આનન-સોહામણું ૪૧ ઉપરની કડીઓ વાંચનારને સહજ સમજાશે કે નાથ ભવાનની દૃષ્ટિમાં દેવી વસ્તુતઃ સ્કૂલ રૂપવાળી વ્યક્તિ નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મની વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિ છે; વાણું તે શક્તિની આપેલી સ્વરૂપને એાળખવાની બક્ષીસ છે, અને શક્તિની આપેલી વાક વડે શક્તિના સ્વરૂપને ઉકેલવાનું છે; વસ્તુત: આવાહન અને વિસર્જન શક્તિનાં ઘટતાં જ નથી, કારણ કે તે સચરાચર જગતમાં દિવ્ય ભાવે અંદર પ્રવેશેલી છે; દેવીનું નિર્મલ રૂપ અભિમાનીના ચિત્તદર્પણમાં આભાસ તરીકે પેઠેલું છે; આવા સાચા ભક્તને સંસારનાં સુખ માગવા એ હીણપદ છે; અને તે જે માગે તે દેવીના વાસ્તવ સ્વરૂપને જાણ વાની શક્તિ જ માગે.
આ નાથ ભવાને શ્રીધરી ગીતા, અને સૂત સંહિતામાં અંતર્ગત થયેલી બ્રહ્મગીતાનું પદ્યાત્મક ભાષાંતર કર્યું છે. ઉપાસક તરીકે તેઓ શાક્ત છે, પણ વસ્તુસિદ્ધાન્તમાં અદ્વૈતવાદી છે. તેમણે ઉત્તર અવ
સ્થામાં સંન્યાસ લીધો હતો, અને તે આશ્રમનું તેમનું નામ અનુભવાનંદ હતું.
(૨) વલ્લભ ધોળા (ઈ. સ. ૧૬૪૦-૧૭પ૧)
બાળાશક્તિના પરમ ભક્ત અને દેવીમાર્ગના મર્મને સમજનાર વલ્લભ ભટ્ટનો જન્મ સંવત ૧૬૯૬(ઈ. સ. ૧૬૪૦ )ના આ
* નાથ ભવાનને લગતી હકીકત મને ગાયત્રી મખ્ય નામના શ્રી મોતીલાલ રવિશંકર ઘોડાના ગ્રંથના ઉપદ્યાતમાંથી તથા તેમની સાથેના પત્રવ્યવહારથી મળી છે. તેમના સઘળા ગ્રંથે એકત્ર કરી પ્રસિદ્ધ કરવામાં આવે તે આ પુરુષના અક્ષર શરીરને કદાચ સારા રૂપમાં આલેખી શકીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com