________________
૧૧૩
ભરાઈ જવાથી તે તરીને જવું અશક્ય હતું. તેવી સ્થિતિમાં દેવીના સમરૂપની તેમને પ્રતીતિ થઈ, અને તેમનામાં કવિત્વની પૂર્તિ આવી. તે પ્રસંગે તેમણે ૪૧ કઠીન “અંબા આનન નો ગરબો રચ્યો હતો. આ ગરબે નાગર જ્ઞાતિમાં હજુ ગવાય છે, પણ તે પ્રસિદ્ધ થયો નથી. તેની નકલ ગુ. વ. સે. ના એક હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેમના વંશજ શ્રી મોતીલાલ રવિશંકર ઘોડા તરફથી મને તેની એક નકલ મળી છે તે વાંચી જોતાં સ્પષ્ટ સમજાય છે કે આ પુરુષ સામાન્ય માતાના ભક્ત નથી, પરંતુ શક્તિતત્વના સ્વરૂપની સમજણવાળા છે. આ ગરબામાં પ્રથમ ભગવતીના સ્કૂલ રૂ૫નું શુદ્ધ મુખબિંબથી માંડી ચરણારવિંદ પર્યતનું ભાવનીય સ્વરૂપ ઉત્તમ કાવ્ય વડે વર્ણવ્યું છે. ગરબાનું ધ્રુવ પદ –
અંબા આનનકમળ સેહામણું તેનાં શું કહું વાણુ વખાણ એ પ્રકારનું છે. સ્થૂલ રૂ૫ની ભાવના પૂરી થયા પછી સૂમ રૂપની ભાવના શાક્તતંત્રને અનુસાર આલેખી છે –
હેતું તે વારે મા તું ખરી, તું તો પૂરણબ્રહ્મની શક્તિ રે, કહેવાય પરબ્રહ્મ તમ વડે, વિરંચાદિ કરે તારી ભક્તિ રે
અંબા આનન-જોહામણું. ૧૮ સહુ માહે સહુ તમ વિષે, બાધા વિશ્વમાં તારો વિલાસ રે, મહામાયા કળે નહિ કેઈથી, જેમ જુજવા પુષ્પની વાસ રે
અંબા આનન–સેહામણું. ૧૯ દ્વભાવ ધરી સૃષ્ટિ રચી, પણ એકાકી અદૈત રે, તારી માયાએ ગુણ અળગા કર્યા, તેના પરીએ ભાળે દૈવત રે,
અંબા આનન–સોહામણું. ૨૦ માજી હું નહિ તે જાઉં જાણવા, તારું રૂપ કોથી ન કળાયરે, શેષ બ્રહ્માદિક હારી ગયા, તારે પાર કોથી ન પમાયરે,
અંબા આનન-સોહામણું. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com