________________
૧૧૧
પ્રકરણ બારમું શાક્ત સંપ્રદાયને લગતું ગુજરાતી સાહિત્ય
Sલત દેવીની આ
દવાને અમુક રીતે કરવી
ગુજરાતમાં શકિતપૂજા ઘણું જૂની છતાં શાક્ત સંપ્રદાય ઉપર ગુજરાતી ભાષામાં તે સંપ્રદાયના સિદ્ધાન્તોને જણવતું સાહિત્ય પ્રકટ થયું નથી. જે કંઈ તે સંપ્રદાયને લગતું ગુજરાતી ભાષામાં સાહિત્ય છે તે માત્ર ભક્તિપ્રધાન છે. તેમાં દેવીનાં અનેક રૂપોની સ્તુતિ કરવામાં આવી છે. શક્તિનું મૂલ સ્વરૂપ કેવું છે; તેનાં નામ, રૂપ અને ગુણો શા કારણથી છે; તેનું સેય અને ધ્યેય સ્વરૂપ કેવું હોવું જોઈએ; પ્રચલિત દેવીની મૂર્તિઓમાં શી ભાવના ગુંથી છે; અમુક યંત્ર શા સારૂ સ્વીકારાય; અમુક દેવીને અમુક મંત્ર શા સારૂ યોજાય છે; મંત્ર, યંત્ર અને દેવતાની એકવાક્યતા શી રીતે કરવી; વિગેરે વિચારણીય પ્રશ્નો ગુજરાતી ભાષામાં બીલકુલ ચર્ચાયા નથી. જે કંઈ લખાયું છે તે કાં તે શક્તિભકતિની શક્તિને લગતી સ્તુતિ, અથવા તેમના વિરોધી સુધારકેએ કરેલી શક્તિમાર્ગની નિંદા લખાયેલી છે. શાક્તસંપ્રદાયના મૂલ સિદ્ધાન્તની સાચી માહિતીના અભાવે માત્ર રૂઢિમાં જે વામાચારે ઉતરેલા તે ઉપરથી શાક્ત સંપ્રદાય અનીતિથી ભરેલે છે, એવું મંતવ્ય બ્રિટીશ રાજ્ય થયા પછી સુધારક વર્ગમાં પિસી ગયું છે.
ગુજરાતમાં ભક્તિમાર્ગને વેગવાળો પ્રવાહ દાખલ થયા પછી ભક્તિનાં મુખ્ય આલંબને ત્રણ સ્વીકારવામાં આવ્યાં છે–(૧) શ્રીકૃષ્ણ જેમાં પૂર્ણ અથવા પર વિષ્ણુની ભાવના પ્રવેશી છે; (૨) શિવ જેમાં પશિવની ભાવના પેઠી છે; અને (૩) શક્તિ અથવા દેવી જેમાં પરાશક્તિની ભાવના પેઠી છે. પરબ્રહ્મની શક્તિ એ સ્વભાવ ધર્મ છે, એ ભાવના ઉપર બંધાયેલી ભક્તિનું આલંબન માતૃભાવને વહન કરનાર દેવીનું રૂપ છે. આ સ્થૂલ દેવીના રૂપમાં નિષ્ઠા બંધાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com